Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ચીનમાં કોલસાની ખાણમાં ઝેરી વાયુ લીક થતા 18 મજૂરોએ દમ તોડ્યો

નવી દિલ્હી: ચીનમાં કોલસાની ખાણમાં કાર્બન મોનોક્સાઇડના ઉચ્ચ સ્તરને કારણે 18 કામદારોનાં મોત નીપજ્યાં છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.સરકારી સંદેશાવ્યવહાર એજન્સી સિન્હુઆએ કહ્યું કે, આ ઘટના શુક્રવારે સાંજે ચોંગકિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનના યોગચુઆન જિલ્લામાં સ્થિત ડાયસોશીડોંગ કોલસાની ખાણમાં બની હતી.

           આ અકસ્માતમાં એક વ્યક્તિનો બચાવ થયો છે. તેમણે કહ્યું કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે કામદારો ખાણમાં કામગીરી કરી રહ્યા હતા અને 24 કામદારો ખાણમાં ફસાયા હતા. સિન્હુઆ અનુસાર, કાર્બન મોનોક્સાઇડના સ્તરમાં થયેલા વધારાથી 18 કામદારોના મોતની પુષ્ટિ થઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

(5:53 pm IST)