Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ઓએમજી....... બર્ગર ખાવાનું મન થતા આ શખ્સે ખર્ચી નાખ્યા આટલા પૈસા

નવી દિલ્હી: ક્યારેક કોઈ માણસ એવું અસાધારણ કામ કરી નાંખે છે કે, એની નોંધ દુનિયા આખી લે છે. પછી એવો પણ વિચાર આવે કે, આવું તે કંઈ હોતું હશે. આમ તો માણસ પેટ ભરવા માટે કમાય છે. પણ ક્યારેક તે પોતાનો જઠરાગ્નિ ઠારવા માટે એવડી મોટી રકમ ખર્ચે છે. જે જમવાના બિલ કરતા મોટીં હોય છે. જેને જોતા આંખ ચાર થઈ જાય છે. આવી જ એક ઘટના અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાંથી બની છે. જ્યાં એક ધનકુબેરને બર્ગર ખાવાની ઈચ્છા થઈ હતી. પણ નજીકમાં રહેલી બર્ગરનું દુકાન પસંદ ન પડી. ત્યાર બાદ તેણે બે કલાક માટે એક હેલિકોપ્ટર બુક કરાવ્યું અને રેસ્ટોરાં સુધી પહોંચ્યો. આ માટે તેણે કુલ 362 કિમીની સફર કરી. એના જમવાના બિલ કરતા તો હેલિકોપ્ટરના બુકિંગની કિંમત મોટી છે.

         રિપોર્ટ અનુસાર બર્ગર ખાવા માટે બે કલાક હેલિકોપ્ટરમાં ઉડાન ભરનારા આ શખ્સનું નામ વિક્ટર માર્ટિનોવ છે. રશિયામાં બનેલી આ ઘટનાથી વાંચનારા દરેક વ્યક્તિ ચોંકી ગયા છે. વિક્ટરનો પ્રાયવેય યૉટનો બિઝનેસ છે. બર્ગર માટે જાણીતી રેસ્ટોરાં સુધી પહોંચવા માટે વિક્ટરે આશરે 2 લાખ રૂપિયા હેલિકોપ્ટર રાઈડમાં વાપરી નાંખ્યા. પોતાની ગર્લફ્રેન્ડ સાથે લઈને તે હેલિકોપ્ટરથી બર્ગર ખાવા માટે પહોંચ્યો હતો. 33 વર્ષનો વિક્ટર ક્રીમીયામાં રજામાં મજા કરી રહ્યો છે. આ દરમિયાન તેને બર્ગર ખાવાનું મન થયું. ત્યાર બાદ તેણે ક્રીમીયાથી ક્રાસનોડરની હવાઈ યાત્રા કરી. હેલિકોપ્ટરમાં ઉડાન ભરી તે 360 કિમી દૂર આવેલા એક રેસ્ટોરાંમાં પહોંચ્યો હતો. ક્રાસનોડર રશિયામાં આવેલું એક જાણતું શહેર છે. આ રેસ્ટોરાંમાં તેણે બિગમેક, ફ્રેન્ચ ફ્રાઈઝ, મિલ્કશેક વગેરેનો ઓર્ડર કર્યો. જ્યારે આ બધાનું બિલ 4589 રૂ. આવ્યું છે.

(5:53 pm IST)