Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

વિશ્વના સ્મોલેસ્ટ અને સ્પેશ્યલ મન્કી

બેબી પિગ્મી મોર્મોસેટ જાતિના એ એક વાંદરાનું વજન ફકત ૧૦ ગ્રામ છે

લંડન તા. ૭ : ઇંગ્લેન્ડના ચેશાયર પ્રાંતમાં ૫૧ હેકટર ક્ષેત્રમાં ફેલાયેલા ચેસ્ટર ઝૂમાં માત્ર બે ઇંચ કદના જોડિયા વાંદરા જન્મ્યા છે. બેબી પિગ્મી મોર્મોસેટ જાતિના એ એક વાંદરાનું વજન ફકત ૧૦ ગ્રામ છે.

પ્રાણી સંગ્રહાલયમાં નવાગંતુક ટચૂકડા વાનરોનો વિડિયો ઝૂના સૂત્રધારોએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શેર કર્યો છે. પિન્ગપોન્ગ બોલના કદના દુર્લભ જાતિના વાંદરાના વિડિયોનાસોશ્યલ મીડિયા ૧૨,૦૦૦ કરતાં વધારે વ્યુ નોંધાયા છે.

(11:42 am IST)