Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

જો ઉભા ઉભા જમવાની ટેવ હોય તો સાવધાનઃ તંદુરસ્તી માટે હાનિકારક

જીવનશૈલી એટલી બધી બદલાઇ ગઇ છે કે લોકોની ખાવા-પીવાની ખોટી આદતો જ તેને બિમાર બનાવે છે. પહેલા લોકો જમીન પર બેસીને જમતા હતા, જયારે આજકાલ લોકો ડાઇનીંગ ટેબલ પર જમવાનું પસંદ કરે છે પણ જણાવી દઇએ કે જમીન પર બેસીને જમવાના ઘણા ફાયદાઓ હતા. કેટલાક લોકો ઉતાવળમાં ઉભા ઉભા જ જમી લે છે જે આરોગ્ય માટે બહુ જ ખરાબ આદત છે. તેનાથી તંદુરસ્તીને ઘણા પ્રકારે હાનિ પહોંચે છે, જેના વિષે કદાચ જાણકારી નહીં હોય.

(૧) ખાવાનું નથી પચતું: ઉભા ઉભા જમવાથી તે બરાબર પચતું નથી અને પાચન ક્રિયા ખરાબ થઇ જાય છે. એટલે અપચો, કબજીયાત અને એસીડીટી થઇ જાય છે.

(ર) આંતરડું સંકોચાવું! : ઉભા ઉભા કંઇપણ ખાવા અથવા પીવામાં આવે તો તે સીધું આંતરડામાં જતું રહે છે. તેના લીધે પેટમાં દુખાવો અને સોજાની તકલીફ થાય છે.

(૩) મોટાપોઃ ઉભા ઉભા જમવાથી ભોજન બરાબર પચતું નથી, તેથી ચરબી અને કેલોરી શરીરમાં જમાવ થવા લાગે છે જેના કારણે મોટાપો વધવા લાગે છે.

(૪) અશાંત મનઃ જયારે ઉભા ઉભા જમવામાં આવે છે ત્યારે મન અશાંત બને છે અને માનસિક આરોગ્ય પર તેની ખરાબ અસર પડે છે. સાથે જ તેના લીધે એકાગ્રતાની કમી ઉભી થાય છે, જેથી રોજીંદા કામ કરવામાં મુશ્કેલીઓ પડે છે.

(૫) અલ્સરની તકલીફ : આ રીતે જમવાથી એસોફેગસ નળીના નીચલા ભાગ પર બહુ ખરાબ અસર પડવા લાગે છે. એસોફેગસ નળી ગળાથી પેટ સુધી ભોજન અને પાણીની લાવવાનું કામ કરેછે. તેમાં ખરાબી અવવાથી અલ્સર થવાનું જોખમ વધી જાય છે.

(૬) કિડની પ્રોબલેમ : નિષ્ણાંતોનું માનીએ તો ઉભા ઉભા કંઇપણ ખાવાથી કિડની અને પથરીની શકયતાઓ વધી જાય છે. સાથે જ ઢીંચણ અને કમરદર્દની તકલીફો પણ ઉભી થઇ શકે છે.(૧.૭)

(3:44 pm IST)
  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • સુરેન્દ્રનગર જિલ્લાનાધ્રાંગધ્રા ના એંજાર ની પ્રાથમિક શાળા ને તાળા બંધી કરી રોષ ઠાલવ્યો હતોશિક્ષકો ની ઘટ ને કારણે વિધાર્થી ના અભ્યાસ પર અસર પડી વાલીઓ એ અનેક વાર તંત્ર ને કરી જાણના છુટકે શાળા ને લગાવી દીધા તાળા access_time 3:57 pm IST

  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST