Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનો ચહેરો હેરસ્ટાઇલમાં

તાઇવાનમાં એક હેર સેલો છે જે કસ્ટમર્સના માથા પર તેઓ ઇચ્છે તે વ્યકિતનો ચહેરો વાળમાં બનાવી આપે છે. આ માટે વાળને ટ્રિમ,કટ,કલર કરીને શેપ આપવામાં આવે છે. આ સેલોના ફેસબુક-પેજ પર બ્રુસ લી, મેરિલિન મનરો, બુદ્ધ જેવા ચહેરા માથાના વાળમાં બનાવ્યાની તસવીરો અપલોડ કરેલી છે. આ હેર સેલોના હેરડ્રેસર એલન ચેને કાર્ટુન-કેરેકટર્સ પણ લોકોના માથાના વાળ પર બનાવી આપ્યાં છે જોકે તાજેતરમાં તેણે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના ફેનના માથે સ્કેલ્પ પર ટ્રમ્પનો હૂબહૂ ચહેરો તૈયાર કરી દીધો છે. આ ક્રીએશનને કારણે તેની કળા સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ છે.

(1:06 pm IST)