Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું

પેસેન્જરોને બાથરૂમ જવું હોવાથી ફલાઇટનું

ન્યુયોર્ક, તા. ૭ :  ગયા શનિવારે અમેરિકામાં ન્યુયોર્ક સીટીથી સીએટલ જતી ડેલ્ટાની એક ફલાઇટને મોન્ટાનો રાજયના બિલિંગ્સ સિટીના એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઇમર્જન્સીનું કારણ એ હતું કે પેસેન્જરોને બાથરૂમ લાગી હતી. આમ તો દરેક પ્લેનમાં હાઇન્ટેકની વ્યવસ્થા હોય જ છે. પણ આ ફલાઇટ ઉપડી એ પછીથી ક્રુ-મેમ્બર્સને ખબર પડી હતી કે પ્લેનનું ટોઇલેટ બગડી ગયું છે. ન્યુયોર્કથી સીએટલની છ કલાકની સફર દરમ્યાન વારાફતી કેટલાય પેસેન્જરો બાથરૂમ જવા ઉભા થયા, પણ નિરાશ થઇને પાછા આવ્યા. જે લોકો કુદરતના આ કોલોને ખાળી શકે એમ નહોતા એવા લોકોએ પ્લેનમાં બબાલ મચાવી. મુસાફરોની સમસ્યાને ધ્યાનમાં લેતા પ્લેનને અધવચ્ચે બિલિંગ્સ શહેરના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું. પેસેન્જરોને એરપોર્ટ પર અંદર લઇ જવા માટે કોઇ ગેટ ખાલી ન હોવાથી તેમને ટેકસીમાં બેસાડીને કાર્ગો એરિયામાં લઇ જવાયા. મુસાફરો કાર્ગોનું વોશરૂમ વાયપરીને પાછા પ્લેનમાં બેઠા.

 

(1:03 pm IST)