Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

યમનમાં બસ-ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 8 લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: યમનના મધ્ય પ્રાંત અલ-બાયદામાં એક યાત્રી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કુલ આંઠ લોકો મોતને ભેટ્યા છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનામાં ઘણા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાના કારણે તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

               સ્થાનિક નિવાસીઓએ જણાવ્યું હતું કે દુર્ઘટના બુધવારના રોજ બાયદાના મુખ્ય રસ્તા પર બની હતી કહેવાય રહ્યું છે કે યમનમાં મુખ્ય રસ્તા અને રાજમાર્ગોથી ચાલી રહેલ સૈન્ય સંઘર્ષના વાહનો પસાર થતા હોવાના કારણે અહીંયા અવારનવાર પ્રકારની દુર્ઘટનાઓ થતી રહે છે.

(5:59 pm IST)