Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ચીનમાં એક શખ્સના કાનમાંથી ડોકટરે કાઢ્યા 10 જીવતા વંદા

નવી દિલ્હી:એક વ્યક્તિ સવારે ઉઠે ત્યારે તેના કાનમાં ભારે દુખાવો થતો હતો અને જ્યારે તે ડૉક્ટર પાસે ચેકઅપ માટે ગયો ત્યારે ડૉક્ટરે કાનની અંદર જે જોયું તે આશ્ચર્યજનક તેમજ ડરામણું પણ હતું. કેસ ચીનનો છે જ્યાં ડોકટરે વ્યક્તિનાં કાનમાંથી એક કે બે નહીં પરંતુ 10 વંદા કાઠ્યા. ડૉકટરો પણ સમજી શકતા નથી કે કાનની અંદર વંદા કેવી રીતે આવી શકે છે. દર્દીની ઓળખ 24 વર્ષીય લિવ તરીકે કરવામાં આવી છે. શખ્સને કાનમાં દુખાવો થતા તેણે તેના ઘરનાં સભ્યને ફ્લેશલાઇટ કરી કાનની અંદર જોવાનું કહ્યું.

                       લિવનાં પરિવારનાં સભ્યએ જોયું કે તેના કાનની અંદર કંઇક ફરી રહ્યું છે અને તેના કારણે તેને કાનમાં પીડા સાથે ખંજવાળ આવી રહી હતીત્યારબાદ લિવને ડૉક્ટર ઝોંગ યિજિન પાસે લઈ જવામાં આવ્યો. ડૉક્ટર ઝોંગે કહ્યું, 'લિવે મને કહ્યું કે તેના કાનમાં એક વિચિત્ર દુખાવો થઇ રહ્યો છે અને તેને દરેક સમયે લાગે છે કે કંઈક અંદર ફરી રહ્યું છે અથવા કંઇક ખંજવાળી રહ્યુ છે. જેના કારણે તેને ઘણી તકલીફો પડી રહી છે. 'સાન્હે હોસ્પિટલનાં ઇએનટી વિશેષજ્ઞ યેજિને જણાવ્યું હતું કે ચેકઅપ દરમિયાન સામે આવ્યુ કે લિવનાં કાનની અંદર વંદાનાં 10 બાળકો હતા અને બધા આમ-તેમ ફરી રહ્યા હતા.

(5:58 pm IST)