Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

તો આ કારણોસર નાઇજીરિયામાં એક શખ્સને પ્રેમિકાના મૃતદેહ સાથે લગ્ન કરવાની નોબત આવી

નવી દિલ્હી: આફ્રિકાના દેશ નાઈજિરિયામાં એક એવો કિસ્સો મળી આવ્યો છે કે એક શખ્સને પોતાની પ્રેમિકા સાથે શાદી કરવી પડી છે. એટલા માટે થયું કે અચાનક તેની પ્રેમિકાનું મૃત્યુ થયું હતું. જો કે, તે પછી તેની લાશને દફનાવવામાં પણ આવીપરંતુ તે લાશ કબર ખોદીને બહાર કાઢી તે યુવાન પાદરીને કહેવામાં આવ્યું કે તું આની સાથે લગ્ન કર. હવે, બન્યું એવું કે, નાઈજિરિયાના એક નગરમાં રહેતો, ડૉ. અમેકા પાદરી તરીકે પણ કામ કરે છે. તેને સિઓમા નામની એક તરૃણી સાથે પ્રેમ થઈ ગયો. પાંચ વર્ષ સુધી પ્રેમ સંબંધ ચાલ્યો, તે દરમિયાન તે યુવતી સગર્ભા થઈ ગઈ. આથી તે પાદરીએ તે યુવતીને કહ્યું કે 'હું ગર્ભપાત માટેની ગોળીઓ લાવ્યો છું. તે લઈશ તો ગર્ભપાત થઈ જશે. તે ગોળીઓ લીધા પછી થોડી વારમાં તે યુવતી બેભાન થઈ ગઈ અને પછી તુર્ત મૃત્યુ પામી. તે પછી પરંપરા પ્રમાણે તેનું શબ દફનાવવામાં પણ આવ્યું. પરંતુ, પછીથી તે યુવતીનાં માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ થઈ. પાદરીએ કબુલ્યું પણ ખરું કે, તેણે ગર્ભપાત માટેની ગોળીઓ આપી હતી પરંતુ તે કલ્પના પણ હતી કે, તેનું આવું પરિણામ આવશે. તેથી યુવતીનાં માતા-પિતાએ તેને કહ્યું કે, જો તું તેનાં શબ સાથે લગ્ન કરવા તૈયાર થા તો અમે તને માફ કરી દેશું. પાદરી તૈયાર થયો. શબ કબરમાંથી બહાર કાઢ્યું અને તે શબ સાથે પાદરીએ લગ્ન કરવાં પણ પડયાં. તેમ 'ડેલી-સ્ટાર'ના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

(5:04 pm IST)