Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

અમેરિકા ફરીવાર પોતાની સેનાને અફઘાનિસ્તાનમાં મોકલી શકે તેવા એંધાણ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેના સંપૂર્ણ રીતે હટી ગઈ છે અને તેઓ પાછા અમેરિકા ચાલ્યા ગયા છે ત્યારે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ અત્યતં ભયંકર બની ગઈ છે અને તાલિબાન દ્રારા પણ હિંસા આચરવામાં આવી રહી છે અને સાથો સાથ આતંકવાદનો ખતરો પણ ખૂબ વધી ગયો છે ત્યારે આગામી દિવસોમાં નવાજૂનીનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. અમેરિકા ફરીવાર પોતાની સેનાને અફઘાનિસ્તાનમાં મોકલી શકે છે અને જર પડે પગલું પણ લઈ શકાય છે તેવી મહત્વની વાત રિપબ્લિકનના સેનેટર ગ્રેહામ દ્રારા કરવામાં આવી છે અને વિશ્વભરમાં હવે એક નવી ચર્ચા જાગી છે.

એમણે એમ કહ્યું છે અમેરિકાની સેના ફરીવાર અફઘાનિસ્તાનમાં જશે અને ફરીથી મોરચો સંભાળવો પડે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે કારણ કે બળવા ની સ્થિતિ પણ વધી રહી છે અને આતંકવાદની એક નવી ધરી રચાઈ જવાની સંભાવના ઉભી થઈ છે અને આતંકવાદનો ખતરો હવે વધી ગયો છે. અમેરિકાના સંસદ સભ્યની પ્રકારની વાત થી એક નવી ચર્ચા જાગી છે અને અફઘાનિસ્તાનમાં જો અમેરિકાની સેના પાછી ફરશે તો ફરી પાછી પરિસ્થિતિ બદલાઇ શકે છે અને તાલિબાન સાથે પણ સંઘર્ષ થઈ શકે છે તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે.

(5:04 pm IST)