Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

અફઘાનિસ્તાનમાં થોડા સમયમાં ભીષણ આંતરવિગ્રહ થઇ શકે છે

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં એક તરફ તાલિબાનો અને પંજશીર પ્રાન્તમાં તાલિબાન-વિરોધીઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે અને શાસક તાલિબાને પંજશીરના પાટનગરમાં પ્રવેશ કરી લીધો હોવાની ગઈ કાલે જાહેરાત કરી હતી ત્યાં બીજી બાજુ અમેરિકાના એક ટોચના જનરલે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં થોડા સમયમાં ભીષણ આંતરવિગ્રહ થશે, કારણકે તાલિબાન ઉપરાંત બીજા ઘણા જૂથો દેશમાં પોતાના વર્ચસ્વ માટે પ્રતિબદ્ધ છે. મંતવ્ય જોઇન્ટ ચીસ આફ સ્ટાફ જનરલ માર્ક મિલેએ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તાલિબાને સત્તા હાથમાં લીધી છે, પરંતુ તે સત્તા કેટલી મજબૂત કરી શકશે મોટો સવાલ છે. કરાચીથી મળતા અહેવાલ મુજબ અફઘાનિસ્તાનના તાલિબાન સંગઠનના તેહરિકે-તાલિબાનને પાકિસ્તાનમાં માન્યતા નથી મળી અને સમયાંતરે એના આતંકવાદીઓ દ્રારા હત્પમલા થતા રહે છે. ગઈ કાલે બલુચિસ્તાનમાં એવા એક સુસાઇડ અટેકમાં પાકિસ્તાનના ચાર સલામતી રક્ષકોનાં મૃત્યુ થયાં હતાં અને બીજા ૨૦ જણ ઘાયલ થયા હતા

(5:04 pm IST)