Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ચીનના ઝેજિયાંગ પ્રાંતના યિવું શહેર નજીક પ્રાચીન સ્થળના ખોદકામ દરમ્યાન સંશોધકને 9 હજાર વર્ષ જુના દારૂના અવશેષો મળી આવ્યા

નવી દિલ્હી: ચીનના જેજિયાંગ પ્રાંતના યિવૂ શહેર નજીક આવેલા એક પ્રાચીન સ્થળના ખોદકામ દરમિયાન સંશોધકોને 9000 વર્ષ જુના દારૂના અવશેષો મળ્યા છે.

સંશોધકોનો દાવો છે કે, માટીના વાસણમાં અવશેષો મળ્યા છે અને વાસણો બે માનવ હાડપિંજરો પાસેથી મળ્યા છે. જે વાતનો ઈશારો કરે છે કે, કોઈ મૃતકના સન્માનમાં શોક મનાવવા માટે દારૂનુ સેવન કરવામાં આવ્યુ છે. સંશોધકોનુ કહેવુ છે કે, પ્રકારે દારૂ પીવાનુ આયોજન એક બીજા સાથે સામાજિક સબંધોને કાયમ રાખવા માટે કરવામાં આવતુ હશે તેવુ લાગે છે. એક જર્નલમાં અંગે રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં આવ્યુ છે. જેમાં ઉલ્લેખ છે કે, સાઈટ પરથી મળેલા માટીના વાસણોમાં સ્ટાર્ચ, પ્લાન્ટ્સના જિવાશ્મિ, મોલ્ડ અને ટીસ્ટના અવશેષો મળ્યા છે અને તે બતાવે છે કે, વાસણમાં એક સમયે દારૂ રાખવામાં આવ્યો છે.

(5:03 pm IST)