Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફરી એકવાર તાલિબાનનો ક્રૂર ચહેરો સામે આવ્યો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફરી એકવાર તાલિબાનનો ક્રૂર ચહેરો સામે આવ્યો છે. તાલિબાન લડવૈયાઓએ અહીં પાકિસ્તાન વિરોધી રેલીમાં ભેગા થયેલ ભીડને વિખેરવા માટે ગોળીબાર કર્યો હતો. જો કે, અત્યારે ફાયરિંગમાં કોઈ જાનહાનીના સમાચાર નથી. મળતી માહિતી મુજબ, 70થી વધુ લોકો કાબુલમાં પાકિસ્તાની દૂતાવાસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતાજેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ થઇ હતી. વિરોધના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં વિરોધીઓને 'પાકિસ્તાન મુર્દાબાદ' અને 'પંજશીર ઝિંદાબાદ' જેવા નારા લગાવતા જોવા મળે છે. કાબુલમાં સ્થાનિક પત્રકારો દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, સેંકડો અફઘાન પુરુષો અને મહિલાઓ પાકિસ્તાન વિરોધી બેનરો લઈને "આઝાદી, આઝાદી" અને "પાકિસ્તાન કી મૌત", "આઈએસઆઈ કી મૌત" જેવા નારા લગાવતા જોઈ શકાય છે. પંજશીર યુદ્ધમાં તાલિબાનના ડ્રોન હુમલા અને આઈએસઆઈના વડા ફૈઝ હમીદની કાબુલ મુલાકાતથી અફઘાન નારાજ છે. આંતરરાષ્ટ્રીય બિરાદરોએ પણ તેની ટીકા કરી છે. અફઘાનિસ્તાનના લોકો કાબુલમાં જુદા જુદા સ્થળોએ પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

(5:02 pm IST)