Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

મહિલા પીરિયડ વગર ચમત્કારથી માતા બની

મહિલાના જીવનમાં કયારેય પીરિયડ આવ્યા નથી : નાઓમીના શરીરમાં ગર્ભાશય ન હોવા છતાં માતા બની

નવી દિલ્હી,તા.૭: કોઇપણ મહિલાના જીવનમાં માતા બનવું સુંદર અહેસાસ હોય છે. પરંતુ ઘણીવાર મેડિકલ કંડીશન એવી બની જાય છે કે માતા બનવું અશક્ય લાગે છે. એવું જ થયું નાઓમી એલન ની સાથે જ્યારે તેમને ખબર પડી કે તેમના શરીરમાં ગર્ભાશય જ નથી પરંતુ તેમછતાં પણ માતા બની. સ્કોટલેન્ડની નાઓમી એલનએ પહેલીવાર પોતાનું અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું તો મેડિકલ સ્ટાફને લાગ્યું કે કદાચ નાઓમી ઠીક રીતે પાણી પીને આવી ન હતી. જેના લીધે તેમના શરીરમાં ગર્ભાશય દેખાતું ન હતું. એમઆરઆઈ સ્કેન પછી ખબર પડી કે નાઓમીના શરીરમાં ના તો યૂટ્રસ છે ના તો વોમ્બ. આ સાથે જ નક્કી થઇ ગયું કે નાઓમી પ્રાકૃતિક રીતે ક્યારેય માતા બની શકતી નથી. રિપોર્ટ અનુસાર નાઓમી આ રેર કંડિશન વિશે બાળપણમાં જ તેમના ઘરવાળાને સંકેત મળી ગયા હતા. નાઓમીની આ કંડીશન વિશે તેમની માતાને ખબર પડી જ્યારે તે ૧૨ વર્ષની હતી. સામાન્ય રીતે આ ઉંમરમાં છોકરીઓને પીરિયડ આવે છે. પરંતુ નાઓમીને આવ્યા નહી. ત્યારબાદ નાઓમીની માતા તેમને ડોક્ટર પાસે લઇ ગઇ. ડોક્ટરે તેમની કાઉન્સિલિંગ પણ કરી, પરંતુ આઓમી ત્યારે આ વાતની ગંભીરતાને સમજી શકી નહી. તે નિશ્વિત થઇને આરામથી પોતાની જીંદગી જીવતી હતી. નાઓમીને સ્ઇદ્ભઁ નામની દુર્લભ મેડિકલ કંડીશન હતી. સ્ઇદ્ભઁ સિંડ્રોમ ૫,૦૦૦ મહિલાઓમાં એકને પ્રભાવિત કરે છે. નાઓમીને ત્યારે આ વાતથી વધુ આઘાત લાગ્યો જ્યારે તેમના બોયફ્રેંડ એ જ કહ્યું કે ઘણીવાર મજાક બનાવી. ત્યારબાદ નાઓમી બીજા રિલેશનશિપમાં ગઇ અને પોતાના પાર્ટનરને પોતાની સ્થિતિ વિશે જણાવ્યું. નાઓમી અને તેમના પાર્ટનરે સરોગેસી દ્વારા પોતાના બાયોલોજિકલ બાળકને આ દુનિયામાં લાવવાનો નિર્ણય લીધો. આખરે તેમનો પ્રયત્ન રંગ લાવી અને સરોગેસી દ્વારા નાઓમી એલન અને સેમની પુત્રી ઇલિયાના આ દુનિયામાં આવી.

(3:53 pm IST)