Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

નોકિયાનો ફોન ગળી ગયો એક માણસ!

આ ફોન તેના પેટમાં ફસાઈ જતાં તેને તરત હોસ્પિટલમાં લઈ જવાયો હતો

લંડન, તા.૭: કોસોવાના પ્રિસ્ટિનામાં રહેતો ૩૩ વર્ષનો એક યુવાન નોકિયા કંપની દ્વારા બનાવેલા ૩૩૧૦ મોડલનો ફોન ગળી ગયો હતો. ફિનલેન્ડની કંપની દ્વારા આ મોડલ ૨૦૦૦માં બહાર પાડવામાં આવ્યું હતું. આ ફોન તેના પેટમાં ફસાઈ જતાં તેને તરત હોસ્પિટલમાં લઈ જવાયો હતો. વિવિધ સ્કેન અને ટેસ્ટ કરતાં ખબર પડી કે ફોન પચાવવો અદ્યરો છે, વળી ફોનની બેટરીના દ્યાતક કેમિકલને કારણે તેનું જીવન પણ ખતરામાં છે. મહિનાની શરૂઆતમાં સર્જરી કરીને ફોનને પેટમાંથી કાઢવામાં આવ્યો હતો.

ઓપરેશન કરનાર સજર્યને ફેસબુક પર વ્યકિતના પેટનો એકસ-રે તેમ જ અન્ય ફોટો શેર કર્યા હતા. કોસોવાના લોકલ મીડિયાને માહિતી આપતાં સજર્યને કહ્યું હતું કે એક પેશન્ટ કંઈક ગળી ગયાનો ફોન આવ્યો, સ્કેન કરતાં ખબર પડી કે પેશન્ટ ત્રણ ભાગમાં એક ફોન ગળી ગયો છે. જે પૈકી સૌથી મોટો ખતરો બેટરીને કારણે હતો. જેને તેના પેટમાં ફાટે તો સૌથી વધુ નુકસાન કરી શકે એમ હતી. એ માણસ જાતે જ હોસ્પિટલમાં આવ્યો હતો, પરંતુ શા માટે ફોન ગળી હતો એ વાતનો ફોડ તેણે પાડ્યો નહોતો.

(3:53 pm IST)