Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

દારૂની લત છોડાવનાર દવા કોરોનાથી છુટકારો મેળવવામાં મદદરૂપ થઇ શકે છે

નવી દિલ્હી: દારુની લત છોડાવનાર દવા ડાઈસલફિરામનો ઉપયોગ સાર્સ કોવ-2થી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. આ જાણકારી નવા રિસર્ચમાં સામે આવી છે. જેનાથી વૈજ્ઞાનિકોમાં વધું એક આશાની કિરણ જોવા મળી છે. રુસમાં નેશનલ રિસર્ચ યૂનિવર્સિટી હાયર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ(એચએસઈ)ના અનુસંધાનકર્તાઓએ જોયું કે શક્ય સારવાર કરવા કોરોનાની સંરચનાત્મક તત્વોની પસંદગી કરવી જોઈએ. જેમાં વિકાસ દરમિયાન પરિવર્તનની શક્યતા હોય.

         તેમણે કહ્યું કે આવુ ન કરવા પર એક પ્રકાર(સ્ટ્રેન)ની વિરુદ્ધ જે દવા અસરકારસ સાબિત થાય છે તે બીજામાં નથી થતી. મેંદિલિવ કમ્યુનિકેશન્સ પત્રિકામાં છપાયેલા અધ્યયન મુજબ સાર્સ કોવ-2 વાયરસના મુખ્ય પ્રોટીજ એમ પ્રો સૈથી પ્રભાવશાળી પ્રોટીન છે.અનુસંધાનકર્તાઓએ જણાવ્યું કે ઉત્પરિવર્તન પ્રતિરોધી હોવાને કારણે એમ પ્રો કોરોના વાયરસને રોકવામાં મોટી ભૂમિકા ભજવે છે. જેનો મતલબ છે કે આ અવરોધ શરીરની અંદર વાયરસને નબળો બનાવવા અથવા રોકવામાં મદદરુપ થાય છે.

(7:42 pm IST)