Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

અમેરિકાના ઓહાયોમાં રોલર કાસ્ટમાં બેસવા માટે આ શખ્સે પોતાનું 45 કિલો વજન ઘટાડ્યું

નવી દિલ્હી: અમેરિકાના ઓહાયોમાં રહેતા જેરેડ રીમને કીંગ્સ આઈલેન્ડ નામની રોલર કોસ્ટરમાં બેસવાનું બહુ ગમતું હતું. છાશવારે તે આ અમ્યુઝમેન્ટ પાર્કમાં જતો અને રાઈડની મજા માણતો. જો કે ઉંમર વધવાની સાથે વજન વધવા માંડતાં રાઈડમાં બેસવાનું અઘરું થઈ પડયું હતું એક દિવસ એવો આવ્યો કે વધુ પડતા વજનને કારણે તેને તેની મનગમતી રાઈડમાં બેસવાની મનાઈ કરી દેવામાં આવી. બીજી તરફ આ જ અમ્યુઝમેન્ટ પાર્કમાં ઓરિયન નામની નવી રાઈડ મુકાવાની અનાઉન્સમેન્ટ થઈ. ઓરિયન પણ બહુ થ્રિલિંગ એકસ્પીરિયન્સ આપનારી હતી એટલે તેણે પોતાનું વજન ઘટાડવાનું નકકી કરી લીધું. પહેલાં તેણે 10 કિલો વજન ઘટાડવાનું લક્ષ્‍ય રાખ્યું હતું, પણ કોરાનાને કારણે બહાર નીકળવાનું બંધ થઈ જતાં તેણે વજન ઘટાડવા પર ફોકસ રાખ્યું.

           હવે જયારે કીંગ્સ આઈલેન્ડ થીમ પાર્ક ખૂલ્યું છે ત્યારે ભાઈસાહેબ 45 કિલો વજન ઘટાડીને એ રાઈડમાં બેસવા માટે ફીટ થઈ ગયા છે. લાંબા સમયે પૂરું થયેલું સપનું હોવાથી ભાઈસાહેબ એટલા રોમાંચીત હતા કે રંગબેરંગી માસ્ક પહેરીને ઓરિયન રાઈડમાં સતત ચાર વાર બેઠા.

(7:41 pm IST)