Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

આ દેશ પોતાના આળસુ અને ડરપોક શ્વાનની કરી રહ્યું છે નીલામી

નવી દિલ્હી: સામાન્ય રીતે માણસોને પોતાની નોકરી ગુમાવવાનો ડર રહે છે અને કોરોના કાળમાં તો લાખો લોકોએ રોજગારી ગુમાવી પણ દીધી. પરંતુ ચીનમાં શ્વાનને તેમના પદ પરથી હટાવવામાં આવી રહ્યા છે. જી હાં, ભલે તમને વાત અટપટી લાગી હોય પણ વાત સો ટકા સાચી છે. ચીનની પોલીસ એકેડેમીએ પોતાની ટીમના કેટલાક ડોગને ટીમમાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. એટલું નહી પણ ચીનના 54 જેટલા ડરપોક ડોગ્સની હરાજી પણ શરૂ કરી દીધી છે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર વાતની મજાક ઉડી રહી છે પરંતુ ચીનની પોલીસને વાતથી કોઇ ફરક નથી પડી રહ્યો. ડોગીની હરાજી પોલીસ એકેડેમીના પરિસરમાં કરવામાં આવશે. સરકારી નિયમોના પાલન કરવાની શરતે લોકોને શ્વાન વેચવામાં આવશે. બધા શ્વાન નાના, ડરપોક અને વાત માનવા વાળા છે. ડોગી એટલા ડરપોક છે કે કોઇને કરડી પણ નથી શક્તા. શ્વાનની કિંમત 200 યુઆન એટલે કે 2200 ભારતીય રૂપિયા છે

(5:15 pm IST)