News of Thursday, 7th June 2018

આફ્રિકન લેઇકની ઘટના

મગરે દિક્ષાર્થીને ફાડી ખાધો

લંડન તા. ૭ : બીબીસીના અહેવાલ મુજબ ઇપીઓપીયન તળાવ ખાતે ખ્રિસ્તી ધર્મના દિક્ષા સમારોહ દરમ્યાન એક દિક્ષાર્થીને મગરે મારી નાખ્યો હતો.

ડોકો એશેરે અને બીજા ૮૦ સભ્યો નેશનલ પાર્કની બાજુમાં આવેલ અબાયા તળાવ પાસે ભેગા થયા હતા આ તળાવના કાંઠે મોટા મોટા મગરો રહેછે.

સામાન્ય રીતે તેઓ પ્રવાસીઓથી દુર ભાગે છે.પણ ટેલીગ્રાફના રીપોર્ટ પ્રમાણે હાલમાં આ તળાવમાં માછલીઓ ઓછી થઇ જવાને લીધે મગરો હવે માણસો પર હુમલો કરે છ.ે લાલ કલરના પાણીને લીધે તેને જોઇ શકાતા નથી.

આરબા મીન્ચ નામના સ્થાનીકે બીબીસીને જણાવ્યું કે તેની દિક્ષા વીધી પત્યા પછી આગળ બીજાની વીધી ચાલુ હતી ત્યાં અચાનક જ મગરે કુદકો મારીને તેને પકડી લીધો હતો.

ફલોરીડાની જેમજ મગરો દ્વારા હુમલો હવે રોજીંદુ જોખમ બની ગયું છે.

આ પહેલા એક ઇઝરાઇલી પર્યાવરણવાદીએ પોતાનો પગ ગુમાવ્યો હતો. એક પોલીસ અધીકારી કાનોએ બીબીસીને જણાવ્યું કે સ્થાનીક માછીમારોએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમને ફકત મૃતદેહજ મળ્યો હતો.

(12:46 pm IST)
  • મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર :મહેસાણામાં 14મી જૂન,કડી નગરપાલિકામાં 13મી જૂન,અને ઊંઝા તેમજ વિસનગર નગરપાલિકાની 11મી જૂને ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે ચૂંટણી અઢી વર્ષના બીજા તબક્કા માટે યોજાશે ચૂંટણી access_time 1:19 am IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • ઝારખંડ : પોલીસ-નકસલીઓ વચ્ચે ઘર્ષણ : અંધાધુંધ ફાયરિંગ કરાતા બે જવાનો શહીદ access_time 3:48 pm IST