Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

બગદાદ નજીક ઇસ્લામિક સ્ટેટના આતંકવાદી સમૂહના ત્રણ સ્થાનિક નેતાઓની હત્યા

નવી દિલ્હી: ઈરાકી કાઉન્ટર ટેરરિઝમ સર્વિસ કમાંડોઝે બગદાદ નજીક ઇસ્લામિક સ્ટેટના આતંકી સમૂહના ત્રણ સ્થાનિક નેતાઓને મોતનેઘાટ ઉતાર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઈરાકી સેનાના કમાંડર-ઈન-ચીફ યાહીંયાં રસુલના પ્રવક્તાએ ગુરુવારના રોજ આપેલ માહિતી મુજબ સીટીએસ બળોએ બગદાદના દક્ષિણ-પશ્ચિમમાં બગદાદના અલ-રાડવાનીયાડ વિસ્તારમાં આઈએસની જગ્યાને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો.

(6:27 pm IST)
  • આવતીકાલે ૮ જુનથી શરૂ થતાં કોવિડ વેક્સિનેશન ફેઝ-૩ માટે નવું સિક્યુરિટી ફીચર ઉમેરવામાં આવ્યું : ૮ જૂનથી ઓનલાઇન બુકિંગ અને એપોઇન્ટમેન્ટ ઓપરેશન્સમાં ઓછામાં ઓછી ભૂલ આવે તે માટે કોવિદ વેક્સિનેશનના ત્રીજા તબક્કા માટે નવો સિક્યુરિટી ફીચર ઉમેરવામાં આવેલ છે. કો-વીન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આ માટે ૪ ડિજિટનો સિક્યુરિટી કોડ આ માટે અમલી બનશે. access_time 1:54 pm IST

  • મહારાષ્ટ્ર, યુપી સહિત નવ રાજ્યોમાંથી ' સારા સમાચાર ' : કોરોના વાયરસના નવા કેસ ઘટ્યા : ખાસ કરીને મહારાષ્ટ્ર, યુપી, દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ છત્તીસગઢ ,ગુજરાત, મધ્યપ્રદેશ, તેલંગણા, ઝારખંડ સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસોમાં તેજી જોવા મળી હતી : પરંતુ હવે ચેપની ગતિ ઓછી થઈ હોવાના અહેવાલ access_time 7:26 pm IST

  • રાજસ્થાનમાં ૧૦ મે થી ૨૪ મે સુધી કડક લોકડાઉન: લગ્ન પ્રસંગો ઉપર ૩૧ મે સુઘી પ્રતીબંઘ: રાજસ્થાનમાં કોરોના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે કોરોનાને કાબુમાં લેવા લોકડાઉન સહિતના આકરા પગલા સાથે અશોક ગેહલોત સરકાર આકરા પાણીએ access_time 12:07 am IST