Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

આંખોને તડકાથી બચાવવા માટે પહેરો સનગ્લાસિસ

ગરમીમાં ત્વચાને બચાવવા માટે આપણે સનસ્ક્રીન લગાવીને કોટનના દુપટ્ટાથી કવર કરી દઈએ છીએ, પરંતુ ખુલ્લી આંખોનું શું ? આંખો માટે ગરમીમાં સનગ્લાસિસ બહુ જ સારૂ સુરક્ષા-કવચ બની શકે છે.

 સનગ્લાસિસ સ્ટાઈલ સાથે આંખની રક્ષા કરે છે. યુવતીઓના વૉર્ડરોબમાં એકદમ જરૂરી એવી ઍકસેસરીઝની યાદીમાં સનગ્લાસિસ પણ હોવા જોઈએ.  સનગ્લાસિસની અગણિત વેરાઈટી બજારમાં ઉપલબ્ધ છે. કયા સનગ્લાસિસ અને કેવો શેડ તમારા ચહેરા પર સ્ટાઈલિશ લાગશે એ જાઈએ..

 સનગ્લાસિસથી તમારી આંખની આસપાસની ત્વચાને પણ ફાયદો થશે, જો ઓવરસાઈઝ  સનગ્લાસિસ પસંદ કરવામાં આવે તો ત્વચાને પણ ફાયદો થાય છે.  સનગ્લાસિસનો નિયમિત ઉપયોગ કરવાથી આંખની આસપાસ કરચલીની સમસ્યા જલ્દી આવતી નથી. શકય હોય તો કથ્થઈ અથવા ઍમ્બર (પીળાશ પડતા રંગના) લેન્સ પસંદ કરવા. સ્પોટ્રસની ઈવેન્ટમાં અથવા તો ટ્રાઈવિંગ વખતે પહેરવા માટે ગ્રે લેન્સવાળી ફ્રેમ પસંદ કરવી.

યોગ્ય સાઈઝ કેવી રીતે પસંદ કરશો ?

સ્કવેર ફેસ શેપઃ કરીનાના ચહેરાને ચોરસ આકારનો ચહેરો ગણી શકાય. લાંબી જો-લાઈનવાળો અને ચોરસ આકારના ચહેરાવાળાએ ગોળ ફ્રેમવાળા સનગ્લાસિસ પસંદ કરવા, કારણે કે ગોળાકાર  સનગ્લાસિસ ચહેરાના ફીચર્સને સારો દેખાવ આપશે. આંખો કરતા મોટી સાઈઝના ચશ્માં એકદમ સ્ટાઈલિશ લુક આપશે.

ટ્રાયેન્ગ્યુલર ફેસ શેપઃ આ ચહેરાના આકારમાં કપાળ મોટું અને દાઢી પાસેથી ચહેરો પાતળો હોય. આ આકારને હાર્ટશેપ પણ કહિ શકાય છે. દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્માનો ચહેરો આના માટે ઉત્તમ ઉદાહરણ છે. દીપિક કે અનુષ્કા મોટા ભાગની જાહેર ઈવેન્ટમાં  સનગ્લાસિસ સાથે દેખાય ત્યારે એ ચશ્માંનો આકાર એવિએટર હોય છે. આ ચશ્માં ચહેરાને આકર્ષક લુક આપે છે.

ઓબ્લૉન્ગ ફેસ શેપઃ કેટરિના કૈફના ચહેરાના આકારને આ શ્રેણીમાં લઈ શકાય છે. તમારા ચહેરાને નાનો દેખાવ આપવા ડિઝાઈનર  સનગ્લાસિસ પહેરી શકાય છે. એમાં ચશ્માંની નીચેની બાજુની ફ્રેમ થોડી હળવી અને ઉપરની બાજુની ફ્રેમ ભારે રખાવવી.

રાઉન્ડ ફેસ શેપઃ રાની મુખરજી ગોળાકાર ચહેરો ધરાવે છે. ચહેરો થોડો મોટો અને પાતળો દેખાય એ માટે લંબગોળાકાર ફ્રેમ અથવા તો ચોરસ આકારની ફ્રેમ સારી લાગશે.

ઓવલ ફેસ શેપઃ લંબગોળ આકારના ચહેરા માટે સોનાક્ષી સિંહા સારૂ ઉદાહરણ છે. આ ચહેરા પર તમે મોટા ભાગની સ્ટાઈલ કરી શકો છો. સ્પોટ્રસ  સનગ્લાસિસ કે ફેશન  સનગ્લાસિસ ધારણ કરી શકો છો.

(9:59 am IST)