Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

મુસાફરી દરમિયાન થતી ઉલ્ટી મૂડ બગાડે છે?? તો આ રહ્યા ઉપાય

 હરવુ-ફરવુ તો બધાને ગમતુ હોય છે. પરંતુ, જ્યારે તમને મુસાફરી દરમિયાન ઉલ્ટી થાય છે. તો બધી મજા બગડી જાય છે. શું તમને પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે? તો જાણી લો તેનાથી બચવાના ઉપાય. (મિંટ) ઉલ્ટીઓને રોકવામાં ખૂબ જ મદદગાર થાય છે. એવામાં તમે જ્યારે પણ મુસાફરી કરો ત્યારે મિંટના તેલની કેટલીક બુંદ તમારા રૂમાલ ઉપર છાંટો અને તેને સૂંઘતા રહો. તેનાથી આરામ મળશે. જો તમે ઈચ્છો તો મિંટની ચાનું સેવન પણ કરી શકો છો. મિંટની જેમ આદુ પણ તમારી સમસ્યાથી રાહત અપાવે છે. તમે આદુની ગોળી, ચોકલેટ અથવા આદુની ચા પી શકો છો.

મુસાફરી કરતી વખતે વાંચવા કે લખવાથી બચવું. તેનાથી સારૂ છે કે ગીત સાંભળો. માથાને પાછળ રાખીને આરામની મુદ્રામાં બેસો. તેનાથી તમારી સમસ્યા ઓછી થઈ જશે.

(11:46 am IST)