Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કોરોનાની મહામારીના કારણોસર જાપાનમાં એક મહિના માટે કટોકટી જાહેર કરવામાં આવી

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે દુનિયાનો દરેક દેશ સંકટમાં મુકાયો છે. તેવામાં જાપાની વડાપ્રધાન શિંઝો આબેએ મંગળવારએ કટોકટી જાહેર કરી છે. જો ઈમરજન્સી દેશભરમાં નહીં પરંતુ કેટલાક પ્રાંતમાં લાગૂ કરવામાં આવી છે.

               જાપાનમાં જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે ત્યાં એક મહિના માટે કટોકટી લાગૂ રહેશે. જાપાનની રાજધાની ટોક્યો સહિત અન્ય 5 પ્રાંતમાં ઈમરજન્સી લાગૂ રહેશે. તેના કારણે જાપાનની 44 ટકા આબાદીને તેની અસર થશે. સાથે સરકારએ 990 બિલિયન ડોલરના રાહત પેકેજની પણ ઘોષણા કરી છે.

(6:34 pm IST)