Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

બોર થઇ ગયેલા લોકો હવે દરેક ફળમાં કેટલાં બિયાં છે એની ગણતરી કરે છે

લંડન તા. ૭ :.. તમને ખબર છે સ્ટ્રોબેરીમાં કે ડ્રેગન ફ્રુટમાં કેટલાં બિયાં હોય? ન હોય તો હવે નવરાશના સમયમાં કેટલાક લોકો એ ગણી રહ્યા છે તેમને પૂછી શકાશે. આખો દિવસ ઘરમાં રહીને લોકો એટલા કંટાળી ગયા છે કે તેઓ સમય પસાર કરવા માટે ચિત્ર-વિચિત્ર હરકત કરવા માંડયા છે.

વિયેટનામમાં એક ગણિતના સ્ટુડન્ટે તાજેતરમાં એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ડ્રેગન ફ્રુટમાંથી બિયાં ગણીને ઓન લાઇન મુકે છે. તેણે ફેસબુક પર પોસ્ટ લખીને જાહેર કર્યુ હતું કે ૪૬ મિલી મીટરની ઊંચાઇ અને ૩ર મિલીમીટરની લંબાઇ ધરાવતા એક ડ્રેગન ફ્રુટમાં ર૪પ બિયાં હોય છે. બધા બિયાનું સરેરાશ વજન પણ તેણે નોંધ્યું છે. આ ઉપરાંત તેણે સ્ટ્રોબેરીમાંથી પણ બહારની તરફથી એકદમ ટચૂકડાં બિયાં કાઢવાનું કામ કર્યુ હતું. વિચિત્ર લાગે, પણ સાચી વાત છે. લોકડાઉનના સમયમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા આવા અનેક વિડીયો વાઇરલ થઇ રહ્યા છે, જેમાં સ્ટ્રોબેરી, ડ્રેગન ફ્રુટ, અને અન્ય ફળોના ફોટો અને એના વિશેની ઝીણી-ઝીણી વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે.

(3:23 pm IST)