Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

નવજાત શિશુને છ મહિના પહેલાં બહારનો ખોરાક ન આપો

ન્યુયોર્ક, તા.૦૭: બાળકો જન્મે એ પછીથી તેને પોષણ માટે માના દૂધ સિવાય  બીજુ કશું જ ન આપવું જોઇએ. એમેરિકામાં થયેલા એક અભ્યાસમાં જોવા મળ્યું હતું કે હવે શિશુ ચાર મહિનાનું થતાંમાં જ તેને બહારનું દૂધ કે ફોર્મ્યુલા મિલ્ક આપવાનું શરૂ કરી દેવામાં આવે છે. એનાથી બાળકોને પોષણ ઓછું મળે છે અને વજન વધુ વધે છે. બાળનિષ્ણાતેનું કહેવું છે કે ચાર મહિનાથી નાની વયે જયારે બાળકને ફોર્મ્યુલા મિલ્ક આપવામાં આવે છે ત્યારે એવાં બાળકોને અન્ય ફૂડ પણ બહુ ઝડપથી ઇન્ટ્રોડયુસ કરવામાં આવે છે. અને કારણે મમ્મીનું દૂધ પીવાનું પ્રમાણ ખુબ જ ઘટી જાય છે. માના દુધમાં બાળકના વિકાસ માટે જરૂરી લગભગ તમામ પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો સુપાચ્ય ફોર્મમાં હોય છે જયારે બહારથી આપવામાં આવતા ખોરાકને પચાવવાનું અઘરંુ હોય છે. બહારનું ફૂડ આપવાની ઉતાવળ કરવાથી પણ બાળક કુપોષિત રહી જાય એવું બની શકે છે. અમેરિકાની હાર્વડ યુનિવર્સિટીના સંશોધકોના મતે બાળકને છ મહિના સુધી માત્ર માનું દૂધ જ મળે તો એનાથી શરીર અને મગજ બન્નેને પૂરતું પોષણ મળે છે અને સ્વાસ્થ્યનો મજબુત પાયો નખાય છે.

(4:17 pm IST)