Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

વેસ્ટમાંથી બેસ્ટ : સફાઈ દરમિયાન નકામી બનેલી વસ્તુઓનો કરો સ્માર્ટ ઉપયોગ

ઘણા લોકો જૂના કપડાંને ફેંકીદે છે. જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે જે કપડાંનો બીજીવાર ઉપયોગ કરવાનું સારી રીતે જાણે છે. એવી જ રીતે જૂની સાડી ઓના ઉપયોગથી તમે પડદો, ઓશિકાના કવર, પગ છૂછણીયા, વગેરે બનાવી શકો છો. તેનાથી તમારા ઘરનો સામાન પણ તૈયાર થઈ જશે અને પૈસાનો પણ બચાવ થશે. તો જાણો જૂની સાડીમાંથી કઈ કઈ વસ્તુઓ બની શકે છે.

જો તમારી પાસે કોઈ જૂની કોટનની સાડી છે, તો તમે તેમાંથી ઓશિકાનું કવર બનાવો, આ ઉપરાંત તમે અલગ-અલગ સાડીઓના પીસ લઈને પણ ઓશિકાનું કવર બનાવી શકો છો. તેનાથી ઘરને અટ્રેકટીવ લુક મળશે.

તમે રજાઈ કવર બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી રજાઈ ખરાબ થતી નથી અને રજાઈ દેખાવામાં સારી પણ લાગે છે.

જો તમારી સાડી જરીની છે, તો તેની બોર્ડર તમે ઓશિકાના કવરના સાઈડ બોર્ડર પર લગાવી શકો છો. તેનાથી ઓશિકાના કવર સુંદર લાગશે.

બજાર માંથી પડદા લેવા બહુ મોંધા પડે છે. ત્યારે જૂની સાડીના પડદા બનાવીને ઉપયોગ કરવો સારો રહેશે. તમારી ડબલ રંગની સાડીને આવી રીતે  મેચ કરો કે તમારા ઘરના કલર સાથે મેચ થઈ જાય.

તમે ઈચ્છોતો તમારી જૂની સાડીને કેમ કરીને દિવાલ ઉપર પણ સજાવી શકો છો. તેનાથી દિવાલ સારી લગશે.

આજકાલ બનારસી સાડીમાંથી લોકો સારા-સારા ડ્રેસ પણ બનાવી રહ્યા છે. તમે પણ તમારા માટે સ્ટાઈલીશ કપડાં બનાવી શકો છો.

(9:44 am IST)