Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જાપાનમાં આવેલ આ ટાપુ પર મહિલાઓને જવા માટે છે પ્રતિબંધ: પુરુષોને પણ કરવું પડે છે આવા નિયમોનું પાલન

નવી દિલ્હી: દુનિયામાં એવી અનેક જગ્યાઓ છે જે કોઈને કોઈ કારણોસર પ્રખ્યાત છે. આવી જ એક જગ્યા છે જાપાનમાં. અહીંના ઓકિનોશિમા આયલેન્ડના નામથી ઓળખાય છે. આ આયલેન્ડ પર મહિલાઓનું જવું પ્રતિબંધિત છે. આ આયલેન્ડ પર આવનાર પુરુષોને પણ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. ઓકિનોશિમા આયલેન્ડને યૂનેસ્કોએ વિશ્વ ધરોહર જાહેર કર્યું છે. 700 વર્ગ મીટરમાં ફેલાયેલા આ ટાપૂ વિશે કહેવાય છે કે ચોથીથી નવમી સદી સુધી આ કોરિયાઈ પ્રાયદ્વીપ અને ચીન વચ્ચે વેપાર કરવાનું કેન્દ્ર હતું.

                        આ આયલેન્ડને ધાર્મિક રીતે પવિત્ર માનવામાં આવે છે. તેથી અહીં કેટલીક પાબંદીઓ પણ છે. આયલેન્ડમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. કહેવાય છે કે આયલેન્ડ પર જતા પુરુષોએ પણ નિર્વસ્ત્ર થઈ નહાવું જરૂરી છે. અહીંના નિયમો એટલા કડક છે કે અહીં એક સાથે 200 પુરુષો જ ટાપુ પર જઈ શકે છે.

(6:33 pm IST)