Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ઓસ્ટ્રેલિયાના કવિસલેન્ડમાં વૃક્ષ પર રહેતો દેડકો સૌથી ઝેરી સાપને ખાઈ જવા છતાં ચમત્કારિક રીતે જીવી રહ્યો છે

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં વૃક્ષ પર રહેતો એક દેડકો કોસ્ટલ તાઈયાન નામનો ઝેરી સાપ ખાધા પછી ચમત્કારિક રીતે જીવતો રહ્યો છે. કોસ્ટલ તાઈયાન વિશ્વના સૌથી ઝેરી સાપમાં ત્રીજા ક્રમે છે. આ જાતિનો સાપ ડંખ મારે ત્યારે એનું ઝેર છેક સ્નાયુઓ સુધી પહોંચીને જ્ઞાનતંતુને અસર કરે છે. ક્વીન્સલેન્ડના સ્નેક ટેક અવે અને ચેપલ પેસ્ટ કન્ટ્રોલના માલિક જેમી ચેપલને એક મહિલાના ઘરના પાછળના ભાગમાં દેડકો સાપ ખાઈ રહ્યો હોવાની માહિતી અપાતાં જેમી તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતાં. સાપને બચાવવાના ઉદ્દેશથી જેમીને બોલાવવામાં આવ્યાં હતાં. પરંતુ જેમી પહોંચ્યા ત્યારે દેડકો સાપને લગભગ અડધો ખાઈ ચૂક્યો હતો. થોડી મીનીટમાં આખો સાપ ગળી જવાની તૈયારી હતી.

                    એ વખતે જોકે સાપને બચાવવા કરતાં દેડકો જીવતો રહે એની ચિંતા કરવાની હતી, કારણ કે કોસ્ટલતાઈપાનનાં અતિશય ઝેરને કારણે દેડકાનું મોત નિશ્ચિત મનાતું હતું. પરંતુ જેની સાપનેબદલે દેડકાને ઘરે લઇ ગયા અને એ મરવાની રાહ જોતા હતા. જો કે દેડકો કેટલાક દિવસ પછી પણ જીવતો અને સ્વસ્થ છે. જેમીએ આ અનુભવ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબૂકની પોસ્ટમાં વર્ણવ્યો છે.

(6:29 pm IST)