Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

પશ્ચિમી અફઘાનિસ્તાનમાં 69 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું હોવાની ઘટના

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પશ્ચિમી ઘોર પ્રાંતમાં સેનાના ભારે દબાવમાં આવીને 69આતંકવાદીઓએ સેનાની સામે આત્મસમર્પણ કરી દીધું છે. પ્રાંતીય ગવર્નરદ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. ગવર્નર ગુલામ નાસિર ખાજે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અફઘાની સેનાએ છેલ્લા એક  અઠવાડિયાથી શહરાક જિલ્લામાં આતંકવાદીઓએ સફાઈ માટે અભિયાન ચલાવ્યું હતું  અને અત્યારસુધીમાં 300 જેટલા આતંકવાદીઓએ આત્મસમર્પણ કરી દીધું છે તેમજ 69 આતંકવાદીઓએ સોમવારે સાંજના સમયે હથિયાર નીચે મૂકી દીધા હતા.

(6:36 pm IST)