Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

પુરૂષોએ ટ્રાઈ કરવા જોઈએ પ્રિન્ટેડ શર્ટ જે આપશે તમને સ્માર્ટ લુક !

પુરુષોના શર્ટમાં લાઇનિંગ, ચેકસ અને પ્લેન ઑલટાઇમ પોપ્યુલર છે અને હવે લેટેસ્ટમાં સેલ્ફ-પ્રિન્ટેડ શર્ટનો ઉમેરો થયો છે ત્યારે તમારા વૉર્ડરોબને અપગ્રેડ કરી લેજો

ફેશન ટ્રેન્ડ સીઝન-ટુ-સીઝન બદલાતો રહે છે. વાત જ્યારે ફેશન ટ્રેન્ડની થાય ત્યારે આપણા માઇન્ડમાં સૌથી પહેલાં ફિમેન્સ વેઅર કિલક થાય છે, પરંતુ ફેશનના મામલામાં પુરુષો પણ પાછા પડે એવા નથી. સ્ટાઇલિશ દેખાવા તેઓ સમયા-સમય પર નવા-નવા ફેશન ટ્રેન્ડને ફોલો કરતા રહે છે. વૉર્ડરોબને અપગ્રેડ કરવાનો શોખ તેમને પણ છે. શર્ટની વાત કરીએ તો પહેલાં તેઓ ફોર્મલ શર્ટને જ મહત્વ આપતા હતા. લેટેસ્ટમાં પ્રિન્ટેડ શર્ટ પુરુષોમાં પોપ્યુલર છે. લાઇટ શેડ્સ અને હાઈ વેસ્ટેડ ટ્રાઉઝર્સ સાથે પ્રિન્ટેડ શર્ટનું કોમ્બિનેશનલ કૂલ એન્ડ સ્ટાઇલિશ લુક આપે છે. જોકે લાઇનિંગ અને ચેકસ પ્રિન્ટ તેમ જ પ્લેન શર્ટ ઓલટાઇમ ફેવરિટ છે જ.

શર્ટ એક એવું અટાયર છે જે કોઈ પણ જગ્યાએ ચાલે છે. ઑફિસ, પાર્ટી, બીચ કે શુભપ્રસંગોમાં મિડલ એજ ગ્રુપના પુરુષોમાં શર્ટની ફેશન સદાબહાર છે. જોકે લાઇનિંગવાળા અને ચેકસ શર્ટ પહેરીને પુરુષો બોર થઈ ગયા છે. તેથી પ્રિન્ટેડ શર્ટનો ઓપ્શન તેમને ખૂબ પસંદ પડી રહ્યો છે. પ્રિન્ટેડ શર્ટમાં એક-એકથી ચડિયાતી ડિઝાઇન માર્કેટમાં આવી છે. લેટેસ્ટ ટ્રેન્ડ વિશે વાત કરતાં મેન્સ ફેશન ડિઝાઇનર કહે છે, 'અત્યારે સ્મોલ મોઝેક પ્રિન્ટ મોસ્ટ પોપ્યુલર છે. એમાં ઇજિપ્શિયન પ્રિન્ટ, એનિમલ અને ફ્લાવર પ્રિન્ટ સ્માર્ટ લુક આપે છે. મોઝેક પ્રિન્ટ શર્ટમાં સેલ્ફ- ડિઝાઇન હોય છે. એક જ કલરના શર્ટમાં એની સાથે મેચ કરતી અથવા એ જ કલરની ઝીણી-ઝીણી પ્રિન્ટ હોય છે. ઝીણી પ્રિન્ટની ખાસિયત એ છે કે તમે ઑફિસમાં પણ પહેરી શકો છો. વાસ્તવમાં આ ડિઝાઇનને કોછર્પોરેટ વર્લ્ડમાં નવીનતા ઉમેરવા જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇવેન્ટ્સમાં પણ મોઝેક પ્રિન્ટનાં શર્ટ ધૂમ મચાવે છે. યંગ જનરેશનમાં ઇવેન્ટ્સનો ક્રેઝ છે અને તેમને ટિપિકલ ફોર્મલ લુક કરતાં કંઈક હટકે જોઈએ છે તેથી આ પ્રકારનાં પ્રિન્ટેડ શર્ટ તેમની પહેલી પસંદ બની રહ્યાં છે.'

ચેકસ શર્ટની ફેશન કયારેય આઉટડેટેડ થવાની નથી. દરેક ઉંમરના પુરુષોની એ હંમેશાંથી પહેલી પસંદગી રહી છે. ચેકસ અને સ્ટ્રાઇપ (લાઇનિંગ)વાળાં શર્ટ પર્ફેકટ લુક આપે છે. ખાસ કરીને ચેકસ શર્ટ કેઝયુઅલ લુક આપે છે એમ જણાવતાં ફેશન ડિઝાઇનર કહે છે, 'ચેકસમાં સ્મોલ હોય કે બિગ પ્રિન્ટ, આ શર્ટ કોર્પોરેટ શર્ટ તરીકે જ ઓળખાય છે. એને તમે પાર્ટીમાં ન પહેરી શકો. એવી જ રીતે સ્ટ્રાઇપ્ડ શર્ટ પણ ફોર્મલમાં જ ચાલે. જ્યારે નવી ડિઝાઇનનાં પ્રિન્ટેડ શર્ટ બધે જ પહેરી શકો છો.'

બીચ પાર્ટી, પિકનિક અને વીક-એન્ડમાં પહેરવાનાં શર્ટની પ્રિન્ટ થોડી જુદી હોય છે. એમાં પ્રિન્ટની સાઇઝ મોટી હોય. બીચ પ્રિન્ટમાં ફ્લોરલ, બટરફ્લાય અને એનિમલની ડિઝાઇન પોપ્યુલર છે. બીચ પ્રિન્ટ શર્ટમાં કોટન અથવા લિનન બેસ્ટ ચોઇસ છે.

(10:15 am IST)