Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

શું કબજીયાતમાં સવારની ચા-કોફી મદદરૂપ થાય છે?

કબજીયાત ખરેખર એક એવી સમસ્યા છે જે તમારા દિવસની શરૂઆત જ બગાડી શકે છે. નિયમિત અને રેગ્યુલર રીતે પેટનું સાફ થવું તમારી હેલ્થની સાથે સાથે સારા મૂડ માટે પણ તેટલું જ જરૂરી છે. જો સવારે આ એક કામ વ્યસ્થિત થાય તો તમારા દિવસની ફ્રેશ શરૂઆત થાય છે.

ત્યારે દરેક માટે દૈનિક ક્રિયાને કેટલીક ખાસ માન્યતાઓ જોડાયેલી હોય છે. જેમ કે સવારે ચા પીધા પછી જ પ્રેશર આવે. તો ર્ીકેટલાકને સવારે ઉઠીને ગરમ પાણી પીધા પછી જ પેટમાં મૂવમેન્ટ શરૂ થાય છે. ત્યારે શું ખરેખર ચા-કોફીથી કોઈ મદદ મળે છે કે નહિં તે જાણીએ.

કોફી અને ચાની સામે પાણીનું સેવન સારો અને હેલ્ધી પ્રયોગ છે. હકીકતમાં આ પાણી કોન્સ્ટિપેશન માટે સ્ટિમ્યુલન્ટ્સનું કામ નથી કરતા ઉલ્ટાનું ડ્યુરેટિકસ ગુણધર્મ ધરાવે છે ને તમારી     કોન્સ્ટિપેશનની બિમારી વધારે છે.

જે લોકો ક્રોનિક કોન્સ્ટિપેશનની પીડાતા હોય છે તેમના માટે તો વધુ પડતી ચા અથવા કોફી ફાયદાની જગ્યાએ નુકસાન કરે છે. ડૉકટર્સના મતે ઘણા લોકોને સવારે કુદરતી ક્રિયાએ જવા માટે પ્રેશર ક્રિએટ કરવું પડે છે.

સવારે કોફી અથવા ચાને લિમિટેડ માત્રામાં પીવું યોગ્ય છે કેમ કે તે તમારી ડાઈજેશન સિસ્ટમ માટે સ્ટિમ્યૂલન્ટ્સની મુશ્કેલી દૂર થાય છે તેવું તમને માનતા હોય તો ખોટું છે.

કોન્સ્ટિપેશન માટે ચા-કોફી નહિં પરંતુ સમગ્ર દિવસ દરમિયાન તમારી લાઈફસ્ટાઈલ કયા પ્રકારની છે તે મહત્વનું છે. ચા અને કોફી સવારે પિવાથી સ્ટિમ્યુલન્ટ્ બને છે પરંતુ જો તમે દિવસ સતત ૪-૫ કપ પીવામાં આવતા હોય તો તેનાથી નુકસાન પણ થાય છે.

નિષ્ણાંત ડૉકટરના મતે કબજીયાતથી   સ્ટિમ્યુલન્ટ્ બને છે પરંતુ જો તમે દિવસ સતત ૪-૫ કપ પીવામાં આવતા હોય તો તેનાથી નુકસાન પણ થાય છે.

નિષ્ણાંત ડૉકટરના મતે કબજીયાતથી  કાયમી છૂટકમારા માટે તમારે લાઈફસ્ટાઈલ અને દિવસ દરમિયાન ખોરાક પદ્ધતી પર ધ્યાન આપવું જોઈએ. જે માટે તમારે ફાઈબર યુકત ખોરાક વધુ આવો જોઈએ. યોગ્ય સમયે યોગ્ય ખોરાક જ કબજીયાત દૂર કરવા માટેનો સચોટ ઉપાય છે.

 

(10:02 am IST)