Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

બોડીપેઇન થતું હોય ત્યારે હાલ્યાચાલ્યા વિના સ્થિર બેસી રહેવાથી પીડા વધે છે

ન્યુયોર્ક તા. ૬: જયારે પણ આપણને સાંધામાં કે સ્નાયુઓમાં દુખાવો થાય ત્યારે આપણે દુખતો ભાગ પકડીને બેસી જઇએ છીએ. ઘુંટણ દુખતો હોય તો ચાલવાનું બંધ કરી દઇએ અથવા હાથ કે કમર દુખતાં હોય તો એને હલાવવાનું ઓછું કરી દઇએ છીએ. એમ કરવાથી આપણને ઓછી પીડા અનુભવાય છે, પણ જે-તે દુખતા સાંધા માટે એ નુકસાનકારક હોય છે. અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે જયારે સાંધાની તકલીફ હોય ત્યારે એને હલાવ્યા વિના સ્થિર બેસી જવું એ સાંધાને સપોર્ટ કરતા કાર્ટિલેજને વધુ ડેમેજ કરવાનું કામ કરે છે. ઓસ્ટિઓ આર્થ્રાઇટિસને કારણે થતા સાંધાના દુખાવામાં જોઇન્ટ અને હાડકું બન્ને ઘસાય છે અને સાંધામાં લુબ્રિકેશન રાખતું સાઇનોવિયલ ફલુઇડ ઘટી જાય છે. રિસર્ચરોનું કહેવું છેકે સાંધાની મૂવમેન્ટ ઘટતી જતી હોવાથી આ ફલુઇડનું પ્રમાણ પણ ઘટતું જાય છે અને ડેમેજ વકરે છે. સાંધા દુખે ત્યારે એને પકડીને બેસી જવાને બદલે હાડકાને હર્ટ ન થાય એ રીતે હલાવવાનું ચાલુ રાખવું જોઇએ.

(4:02 pm IST)