Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

૭૮ વર્ષના કાકાએ ૧૭ વર્ષની કન્યા સાથે લગ્ન તો કર્યા, પણ...

નવી દિલ્હી, તા.૬: ગયા મહિનાની શરૂઆતમાં લગ્ન કરનાર ૭૮ વર્ષના અબાહ સર્ના અને તેમની ૧૭ વર્ષની પત્ની નોની નાવિતાએ ગયા અઠવાડિયે છૂટાછેડા માટેની અરજી દાખલ કરી છે.

વયમાં આટલો બધો તફાવત હોવાથી આ લગ્ન આમ પણ સોશ્યલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. નવાઈની વાત એ છે કે નોનીના પરિવારજનોને બન્ને વચ્ચેના વયભેદનો વાંધો ન હોવાથી છૂટાછેડાની અરજીથી આંચકો લાગ્યો છે. પરિણામની તપાસ કરતાં જણાયું હતું કે વિરોધનો વંટોળ અબાહના પરિવારમાંથી ઊઠ્યો હતો.

અબાહના પરિવારે દાવો કર્યો હતો કે લગ્ન પહેલાં નોની સગર્ભા હતી, પણ નોનીના પરિવારે આ દાવાને નકારી કાઢ્યો હતો.

અબાહે નોનીને દહેજમાં એક મોટરસાઇકલ, ગાદલું અને કબાટ સાથે લગભગ ૫૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા, જે ટ્રક દ્વારા ટ્રાન્સપોર્ટ થતાં સોશ્યલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું હતું.

(3:47 pm IST)