Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

હેર કેર ટિપ્સ જે દરેક છોકરી જાણવા ઇચ્છે છે

બધાજ લોકોને સોફટ અને સુંવાળા વાળ જોતા હોઇ છે, પરંતુ વાળને નુકસાન ઘણી બધી કારણે થતું હોય છે. જેની દંદર પોલ્યુશન, સૂર્ય પ્રકાશની અસર, કેમિકલ્સની અસર, સરખી વાળની કાળજી ન કરજામાં આવતી હોય વગેરે જેવા ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે.  જો આટલું ધ્યાન રાખશો તો તમારા વાળ બનશે સોફટ અને મુલાયમ..

તમારા વાળમાં તેલ નાખો

તમારા વાળની રોજિંદી સંભાળમાં તેલનો ઉપયોગ કરો આ માટે અપનાવો ડવ એલિકિસર નરીશ્ડ શાઈન હેર ઓઈલ. આમાં છે હિબિસ્કસ અને અર્ગન ઓઈલ જે માથાની ત્વચાને પોષણ આપે છે અને સ્વસ્થ વાળનો વિકાસ કરે છે. તમે આનો ઉપયોગ પ્રી-વોશ ટ્રીટમેન્ટ તરીકે અથવા પોસ્ટ-વોશ સીરમ તરીકે કરીને સમાન પરિણામ એટલે કે સ્વસ્થ, દમકતા વાળ મેળવી શકો છો.

 તમારા વાળ યોગ્ય રીતે કોરા કરો

માત્ર વાળ ધોવાની પ્રક્રિયા જ મહત્વની નથી પરંતુ તમારા વાળ તમે કેવી રીતે કોરા કરો છો એ પણ મહત્વનું છે. શકય હોય ત્યારે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરવાનું ટાળો અને પોચા રેષા ધરાવતા ટોવેલનો ઉપયોગ કરો. જો તમને આ ન મળે તો પણ તમે જૂના સુતરાઉ ટીશર્ટનો ઉપયોગ કરી, તમારા વાળ માંથી વધારાનું પાણી શોષી લઈ, તેને લૂંછીને કોરા કરી શકો છો. શરૂઆત તમારા વાળના મૂળ માંથી કરી ધીમે ધીમે વાળના છેડા સુધી ઉપર તરફ લૂંછો.

હૂંફાળા પાણીનો ઉપયોગ કરો

ન્હાયા પછી તમારા વાળ કેવા રહે છે એ માટે ન્હાતી વખતે પાણીનું યોગ્ય તાપમાન પસંદ કરવું ખૂબ જ મહત્વનું બની રહે છે. અમે ન્હાતી વખતે ગરમ પાણીનો ઉપયોગ ટાળવાની ભલામણ કરી હતી કારણ કે તેનાથી માથાની ત્વચા વધારે શુષ્ક થઈ શકે છે. આની બદલે, હૂંફાળું પાણી અથવા ઠંડા પાણીનો ફુવારો માથાની ત્વચાને નુકસાન થયા વગર વાળને ધોવા માટે આદર્શ છે.

યોગ્ય શેમ્પૂ વાપરો

અલગ અલગ પ્રકારના વાળ માટે અલગ અલગ શેમ્પૂ જરૂરી બને છે એટલે તમારા માટે યોગ્ય હોય તે પસંદ કરો.

તમારા વાળને કંડિશન કરો

કંડિશનર તમે જાણતા હો તેનાથી વધુ મહત્વનું છે. શેમ્પૂ તમારા વાળને સાફ કરે છે ત્યારે કંડિશનર વાળને કોમળ બનાવે છે.

(11:33 am IST)