Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અમેરિકાના એક શહેરમાં બહુમતીથી કૂતરો બન્યો મેયર

કેંટકીમાં રેબિ હૈશના નાના સમુદાયે ફ્રાન્સીસી બુલડોગને પોતાનો નવો નેતા ચૂંટ્યો છે. રેબિટ હૈશ હિસ્ટોરિકલ સોસાઇટી પ્રમાણે, વિલ્બર બીસ્ટે ૧૩,૧૪૩ મતથી વિજેતા બન્યો

ન્યુયોર્ક,તા. ૬:અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી હજી પણ અનિર્ણીત હોઇ શકે છે, પણ એક નાનકડા શહેરે પોતાના મેયરની પસંદગી કરી લીધી છે. તેમણે વિલ્બર બીસ્ટ નામના કૂતરાને પોતાના મેયર તરીકે ચૂંટ્યો છે. ફોકસ ન્યૂઝ પ્રમાણે, કેંટકીમાં રેબિ હૈશના નાના સમુદાયે ફ્રાન્સીસી બુલડોગને પોતાનો નવો નેતા ચૂંટ્યો છે. રેબિટ હૈશ હિસ્ટોરિકલ સોસાઇટી પ્રમાણે, વિલ્બર બીસ્ટે ૧૩,૧૪૩ મતથી વિજેતા બન્યો.

રેબિટ હેશ હિસ્ટોરિકલ સોસાઇટી, જે શહેરનો માલિક છે. તેમે બુધવારે એક ફેસબુક પોસ્ટમાં જાહેરાત કરી. તેમણે લખ્યું કે, 'રેબિટ હૈશમાં મેયર ચૂંટણી પૂરી થઈ. વિલ્બર બીસ્ટ નવા મેયર બની ચૂકયા છે. ૨૨,૯૮૫ વોટમાંથી તેમને ૧૩,૧૪૩ વોટ મળ્યા છે.'

જેક રેબિટ બીગલ એન્ડ પોપી ગોલ્ડન રિટ્રીવર, બીજા અને ત્રીજા સ્થાને છે. લેડી સ્ટોન, ૧૨ વર્ષીય બોર્ડર કોલી, શહેરના રાજદૂત તરીકે પોતાની સ્થિતિ જાળવી રાખવામાં સફળ રહ્યા.

કેન્ટુકી ડોટ કોમ પ્રમાણે, રેબિટ હેશ, ઓહિયો નદીકિનારાનો એક અનધિકૃત સમુદાય છે. તે ૧૯૯૦થી કૂતરાનો પોતાનો મેયર બનાવે છે. સમુદાયના નિવાસીઓએ હિસ્ટોરિકલ સોસાઇટીને ૧ ડોલરનું દાન આપીને પોતાનો મત આપ્યો.

(9:44 am IST)