Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

તનાવભર્યા જીવનમાં જીવો સૂકુનની એક ક્ષણ : મળશે ખુશી

સવારે સૂર્ય ઉગ્યા પહેલા તાજી હવામાં યોગ કરો, તેનાથી તમારા મનને શાંતિ મળશે

આ સમયમાં તનાવ અને ડીપ્રેશનથી ભર્યા જીવનમાં આજકાલ માણસ હસવાનું ભૂલી ગયો છે. એવુ લાગે છે કે તેના જીવનમાં ખુશી માટે કોઈ સ્થાન જ રહ્યુ નથી. પરંતુ, જો તમે ઈચ્છો તો તમારા જીવનમાં ખુશી ફરીથી લઈ આવી શકો છો. તનાવ રહિત જીવન માટે માણસને કંઈને કંઈ એવા ઉપાય કરવા જોઈએ, જે પોતાના જીવનમાં ખુશી લાવી શકે. આજના આ યુગમાં સ્ટ્રેસ અને ટેન્શન બધાની સાથે છે. પરંતુ, તમે કેટલીક ટીપ્સ અપનાવી સ્ટ્રેસ અને ટેન્શનથી દૂર રહી શકો છો અને તમારા જીવનનો પૂરો આનંદ લઈ શકો છો.

સવારે ઝડપથી ઉઠવુ તમારા દૈનિક જીવન માટે ખૂબ જ સારૂ છે. તેથી તમારે વહેલા સૂવાની આદત પાડવી જોઈએ.

વહેલા ઉઠવાથી મન સાવ હળવુ થઈ જાય છે અને સવારનો કુદરતી નઝારો જોઈ તમે તાજગી મહેસૂસ કરો છો. જેનાથી તમારો આખો દિવસ સારો પસાર થશે.

સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા તમે યોગ કરો. સૂર્ય ઉગ્યા પહેલા તાજી હવામાં યોગ કરો. તેનાથી તમારા મનને શાંતિ મળશે.

યોગ તમારા શરીરને નવી ઉર્જા પ્રદાન કરે છે. તેનાથી દિવસભર તમારૂ મન પ્રફુલ્લિત રહેશે અને તમે તનાવથી દૂર રહેશો.

ઓફિસમાં કામને એક રોમાંચની જેમ લો અને તેને ગેમ લેવલની જેમ પૂરૂ કરો. તેનાથી તમારા મગજ પર કામનો બોઝો નહિં રહે અને તમે તનાવ મુકત રહેશો.

આવી રીતે તમે જ્યારે ઓફિસથી ઘરે જશો તો તમારૂ મન હળવુ રહેેશે અને તમે તનાવ મુકત રહેશો.

(4:03 pm IST)