Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

મર્સિડીઝે લોન્ચ કર્યું ૨.૧૯ કરોડનું SUV G 63

જર્મનીની લકઝરી કાર -ઉત્પાદક કંપની મર્સિડીઝે ગઇકાલે પ્રીમિયમ SUV AMG G 63 લોન્ચ કર્યું છે, જેની દિલ્હીમાં એકસ-શોરૂમ કિંમત  ૨.૧૯ કરોડ રૂપિયા છે. આ મોડલમાં ચાર લીટરનું ટ્વિન ટર્બો પેટ્રોલ એન્જિન છે જે ૫૮૫ હોર્સપાવરનો પાવર જનરેટ કરી શકે છે. એની મેકિસમમ સ્પીડ ૨૨૦ કિલોમીટર પ્રતિ કલાક છે. આ મોડલ એકસ્ટ્રીમ રોક કલાઇમ્બિંગ ક્ષમતા સાથે જ સ્પોર્ટ્સકારની ખુબીઓ, કલાસ લેન્ડિંગ સ્ટાઇલિંગ અને હાઇ ટેક કેબિન ધરાવે છે. આ પ્રીમિયમ SUV માં બાવીસ ઇંચનાં વ્હીલ છે જે એને વધુ વિશિષ્ટ બનાવે છે. એના ઇન્ટીરિયર પાછળ પણ ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે.(૧.૨)

 

(9:58 am IST)