Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

બેઉ હાથ નથી છતાં લોકોના વાળ કાપીને ગુજરાન ચલાવે છે

લંડન, તા.૬: આર્જેન્ટિનામાં ગેબ્રિઅલ હેરેડિયા નામનો વીસ વર્ષનો યુવક આકરા પડકારો ઝીલીને તેનું સપનું પૂ રું કરી રહ્યો છે. તે જન્મ્યો ત્યારથી જ તેને કોણીથી આગળ હાથ જ નથી. એ છતાં પોતાની જિંદગીને સ્વતંત્રપણે જીવે છે અને ખુશ છે. પરિવાર અને મિત્રોનો તેને સપોર્ટ મળે છે, પરંતુ તેણે કદી બીજા લોકો કરતાં પોતે કોઇ પણ રીતે ઊતરતો અથવા તો ઓશિયાળો છે એવું જતાવા નથી દીધું. તેની મમ્મી હેરડ્રેસર છે અને એ જોઇને ગેબ્રિઅલે પણ હેરડ્રેસર બનવાનું સપનું જોયું અને પૂ રું કર્યુ છે. તે માત્ર ૧૪ વર્ષનો હતો ત્યારથી તેણે વાળા કાપવાની કળા હસ્તગત કરી લીધી હતી. તે વાળ અને દાઢીનું ટ્રિમિંગ કરતાં આવડે છે. પહેલાં તેણે માત્ર શોખ ખાતર શીખવાનું શરૂ કરેલું, પરંતુ એમાં તેને મજા આવવા લાગતાં એને જ પ્રોફેશન બનાવી લીધું છે. કોણી સુધીના જ હાથ હોવા છતાં એટલાથી જ તેણે બાઇક અને ચલાવતાં પણ શીખી લીધું છે. આર્જેન્ટિનાના પ્રેસિડન્ટને મળીને તેણે આસપાસમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને હેરડ્રસિંગની કળા શીખવીને પગભર કરવાની તાલીમ આપવાનો પ્રોજેકટ શરૂ કર્યો છે.

(3:55 pm IST)