Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

મેદસ્વી વ્યકિતને ફલુને કારણે ગંભીર જટિલતાનો સામનો કરવો પડે છે.

નવી દિલ્હી તા. ૬ : મેદસ્વી વ્યકિતને ઈન્ફલુએન્ઝાને કારણે  ગંભીર જટિલતાનો સામનો કરવો પડે છે. જેમા હોસ્પિટલાઈઝ થવાથી માંડીને મોતનુ ઝોખમ પણ  રહેલુ છે. જોકે સ્થુળતા ફલુને ફેલાવવામાં પણ મહત્વની ભુમિકા ભજવે છે. એમ એક અભ્યાસમાં જણાયુ છે.

એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત સંશોધનોમાં એવુ સુચન કરાયુ છે કે ઈન્ફલુએન્ઝા ના રોગી હોય એવી સામાન્ય વ્યકિતની તુલનાએ સ્થુળકાય વ્યકિતમાં ઈન્ફલુએન્ઝા  (એ) વાઇરસ ૪૨ ટકા જેટલો વધુ સમય રહેતા હોય છે.

મિશિગન યુનિવર્સિટીના રિસર્ચમાં જાણવા મળ્યુ હતુ કે સ્થુળતા રોગની ગંભીરતા પર અસર કરી શકે છે. એવો આ પ્રથમ પુરાવો છે. વિશ્વમાં સ્થુળકાય વ્યકિતઓના  પ્રમાણમાં  થઇ રહેલા  વધારાને ધ્યાનમાં લેતા નવા  અભ્યાસમાં એમ જણાવાયુ છે કે ફલુના પ્રસારમાં  સ્થૂળતા મહત્વનો ભાગ ભજવે છે. સ્થૂળતાને કારણે  શરીરની રોગપ્રતિકારકતા પર અસર પડ ે છે.   જેને કારણે વારંવાર શરીરમાં બળતરા ઉપડે છે. સમય જતા આ બળતરા વધતા શ્વાસ લેવામાં તકલીફ થાય છે જે ઈન્ફલુએન્ઝાનુ જોખમ, ગંભીરતા અને એના ફેલાવવાની સંભાવનાને વધારે છે.

નિકારાગુઆમાં ૩૨૦ પરિવારોમાં લગભગ ૧૮૦૦ લોકો પાસેથી મેળવેલી માહિતીનું વિશ્લેષણ કરતા ટીમે ૨૦૧૫ થી ૨૦૧૭ દરમ્યાન ઈન્ફલુએન્ઝા ના પ્રસારનો  અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં જણાયુ હતુ કે ફલુના સામાન્ય રોગીહોય એવી સ્થુળકાય અને સામાન્ય વ્યકિતઓના તુલનાએ ઈન્ફલુએન્ઝા (એ) વાઇરસ ૧૦૪ ટકા જેટલો વધુ સમય રહતા એનો વધુ પ્રસાર થયો હતો.

(3:55 pm IST)