Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

લોહીના પ્લેટલેટ્સ મલેરિયાના ૬૦ ટકા વિષાણુઓનો કરે છે ખાતમો

નવી દિલ્હી તા ૬ : સામાન્ય રીતે જોવામાં આવ્યું છેકે જયારે કોઇ વ્યકિતને મલેરિયા થાય છે ત્યારે તેને પ્લેટલેટ્સ ચડાવવામાં આવે છે. આનું કારણ એ છે કે મલેરિયાના દરદીના શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા એકાએક ઘટી જાય છે. જો કે ઓસ્ટ્રેલિયામાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જયારે મલેરિયાના વિષાણું ત્રાટકે છે ત્યારે આશરે ૬૦ ટકા વિષાણુઓનો ખાતમા પ્લેટલેટ્સ કરી દે છે. પ્લાઝમોડિયમ ફાલ્સિપેરમ, પ્લાઝમોડિયમ વાઇવેકસ, પ્લાઝમોડિયમ મો.રિયા અને પ્લાઝમોડિયમ નોલેન્સીી મચ્છરો દ્વારા વિષાણું જયારે વ્યકિતના શરીરમાં દાખલ થાય છે ત્યારે શરીરને આવા વિષાણુંથી બચાવવાની પહેલી લાઇન ઓફ ડિફેન્સ લોહીમાં રહેલા પ્લેટલેટ્સ છે. વિષાણુંઓ સામેની લડતમાં પ્લેટલેટ્સની ખુવારી થાય છે. ઓસ્ટ્રેલિયાની મેન્ઝિસ સ્કુલ ઓફ હેલ્થ રિસર્ચના સ્ટુડન્ટ સ્ટીવન ખોએ જણાવ્યું હતું કે 'કિલનિકલ મલેરિયાના કેસમાં લોહીમાના પ્લેટલેટ્સ શરીરમાં ફરતા પ્લાઝમોડિયમ પેરાસાઇટ્સમાંથી ૨૦ ટકાનો અનેપી. વિવાકસ પેરાસાઇટ્સમાંથી ૬૦ ટકાનો નાશ કરતા હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું  હતું જર્નલ 'બ્લડ' માં પ્રકાશિત અભ્યાસ માં પાપુઆ, ઇન્ડોનેશિયા, સબાહ અને મલેશિયાના મલેરિયા ધરાવતા અને મલેરિયા વગરના ૩૭૬ જણાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.PF4 નામના ટોકિસક પ્લેટલેટ પેષ્ટાઇડને કારણે પેરાસાઇટ્સને ખતમ કરવાની પ્રક્રિયા થાય છે. પ્લેટલેટ્સ રકતકણોમાં PF4 છોડીને પેરાસાઇટ્સને ખતમ કરે છે.

(3:35 pm IST)