Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

અફઘાન મસ્જિદમાં વિસ્ફોટ: 2ના મોત: 20ને ઇજા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં આતંકવાદીઓએ એક મસ્જિદમાં વિસ્ફોટ કરતા ઓછામાં ઓછા બે લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 20લોકોને ગંભીર  રીતે ઇજા પહોંચી છે પ્રાંતીય સરકાર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગજની પ્રાંતની રાજધાનીની મસ્જિદને નિશાન બનાવીને એ સમયે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જયારે મોટી સંખ્યામાં લોકો નજાઝ અદા કરી રહ્યા હતા. જે પૈકી બે લોકોએ ઘટનાસ્થળેજ દમ તોડી દીધો હતો અને અન્ય 20 લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

(5:31 pm IST)