Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

ફરી એકવાર ચીન માપશે એવરેસ્ટની ઊંચાઈ

નવી દિલ્હી: દુનાયનો સૌથી ઉંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ, જે હિમાલયની પર્વતમાળામાં આવેલો છે. માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇને લઇને ચીન અને નેપાળ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વર્તમાન સમયે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇ 8448 મીટર ગણવામાં આવે છે. જો કે ચીને માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇ 4844 મીટર હોવાની વાત કરી હતી, જેને નેપાળે ખોટી ગણાવી હતી. આ વિવાદનો અંત લાવવા માટે ચીન ફરી એક વખત માઉન્ટ એવરેસ્ટની ઉઁચાઇ માપી રહ્યું છે. જેના માટે ચીનની 30 સભ્યોની સર્વે ટિમ પણ રવાના થઇ ચુકી છે.

ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલયના લોકો અને પ્રોફેશનલ પર્વતારોહીઓની આ ટિમે ચોમોલુંગમા બેઝ કેમ્પથી એવરેસ્ટ ચડવાની શરુઆત પણ કરી દીધી છે. આ ટિમ એવરેસ્ટ શિખર પર પહોંચીને ગ્લોબલ સેટેલાઇટ સિસ્ટમની મદદ વડે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇ માપશે. ગ્રેવીમીટરનો ઉપયોગ પણ થશે. એપ્રિલની શરુઆતમાં જ આ ટિમ ચોમોલુંગમા બેઝ કેમ્પ પહોંચી ગઇ હતી. આ ટિમને પર્વત પર ચડવાની અને ઉંચાઇ માપવાની ટ્રેનિંગ આપવામાં આવી છે.

(7:11 pm IST)