Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

કોરોનાની મહામારી વચ્ચે ઇંડોનેશિયામાં બ્લેક પેન્થર સહીત સ્પાઈડર મેન કરી રહ્યા છે લોકોની મદદ

નવી દિલ્હી: ફલોરિડાનાં વકીલ ગ્રીમ રિપેર એટલે કે પશ્ચિમી યમરાજના વેશમાં આખા રાજ્યના બીચ પર ફરવા નીકળ્યા છે. એ રીતે ઇન્ડોનેશિયાના જાવા ટાપુના શહેરોમાં કોરોના સામે લડત આપનાર વિવિધ ક્ષેત્રોને કાર્યકરો જાતે વેશભૂષા ધારણ કરે છે. સફાઈ કામદારો બ્લેક પેન્થર અને સ્પાઈડરમેનના વસ્ત્રો ધારણ કરીને જુદા જુદા ઠેકામે ડિસઇન્ફેક્નટ દવા છાંટે છે. મહાભારતની કથાના પાત્ર ઘટોત્કચ રસ્તા પર બૂમ પાડીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે માસ્ક પહેરવાની સલાહ આપે છે. મહાભારતના મુખ્ય પાત્રોમાં એક ભીમનો પુત્ર ઘટોત્કચ ઇન્ડોનેશિયા સહિત અગ્નિ એશિયાનાં દેશોમાં ખૂબ લોકપ્રિય છે. એ સુપરહીરો લોકોને માસ્ક પહેરવા, હાથ ધોવા, ઘરમાં રહેવા, બહાર જાય તો સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા વગેરે બાબતોનાં સંદેશ આપે છે. એ લોકો જનતાને માસ્ક પહેરવા અને હાથ ધોવાની રીત સમજાવે છે.

(7:11 pm IST)