Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

દુનિયાના સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ એવા ધૂમકેતુની દુર્લભ તસ્વીર સામે આવી

નવી દિલ્હી: દુનિયાના સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ એવા હબલ સ્પેસ ટેલિસ્કોપે એક ધૂમકેતુની દુર્લભ તસવીરો કેદ કરી છે. હબલ ટેલિસ્કોપે એટલાસ ધૂમકેતુના તૂટવાનો નજારો કેદ કર્યો છે. સૂર્ય તરફ જઇ રહેલો એટલાસ ધૂમકેતુ અનેક ટૂકડામાં વિખરાય ગયો છે. કોમેટ રોબૉટિક એસ્ટ્રોનોમિકલ સર્વે સિસ્ટમે ડિસેમ્બર 2019માં આ ધૂમકેતુની શોધ કરી હતી જેને ATLAS (એસ્ટ્રોઇડ ટેરેસ્ટ્રિયલ ઇમ્પૈક્ટ લાસ્ટ અલર્ટ સિસ્ટમ) એવું નામ આપવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં આ ધૂમકેતુનો પ્રકાશ તેજ બન્યો, જેના કારણે ખગોળશાસ્ત્રીઓને આશા હતી કે કદાચ આ ધૂમકેતુ આ કેટલાય દશકોમાં સૌથી વધારે પ્રકાશિત ધૂમકેતુ બની શકે છે. દુનિયાભરના ખગોળશાસ્ત્રીઓ આ ધૂમકેતુનો અભ્યાસ કરતા હતા.

(7:10 pm IST)