Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

અમેરિકની ફાઈજલ કંપનીએ વૈકસીનનનું હ્યુમન ટ્રાયલ શરૂ કર્યું

નવી દિલ્હી: અમેરિકાની ફાઈઝલ કંપનીને જો ભારતમાં ઓળખાતી હોય તો તે વિયેગ્રા બનાવતી કંપની તરીકે વધુ ઓળખાય છે. જો કે આ વૈશ્ર્વિક જાયન્ટ અનેક પ્રકારની દવાઓ બનાવે છે અને હવે તેણે કોરોના વેકિસનનું હ્યુમન ટ્રાયલ શરુ કરી દીધું છે.જો તે સફળ નિવડશે તો સપ્ટેમ્બરના પ્રારંભમાં વિશ્વને કોરોનાની વેકિસન મળી જશે. ફાઈઝર અને જર્મન ફાર્મા કંપની બાયોએનટેક સંયુક્ત રીતે આ સંશોધન કરે છે અને તેમાં હવે હ્યુમન ટ્રાયલ મુજબ માનવ શરીરમાં રહેલા કોષને પ્રોટીન બનાવવા માટે કહેવાય છે.

         કોરોનાના વાઈરસ લોહીમાં રહેલા પ્રોટીનના કણો ઉપર સીધો હુમલો કરે છે અને તેના મારફત મલ્ટીપાઈ થાય છે. હવે આ કોષને પ્રોટીન બનાવવાની નવી પ્રક્રિયામાં લઇ જવાશે અને તે રીતે વાઈરસની સામે પ્રોટીનનું વધારાનું કવચ ઉભું થઇ શકે છે.

(7:08 pm IST)