Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

સંયુક્ત આરબ અમીરાતના શારજાહમાં 45માં માળે બિલ્ડિંગમાં આગ ભભુકતા અફડાતફડી:250 જેટલા પરિવારનો આબાદ બચાવ

નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાતના શારજાહમાં મલ્ટીસ્ટોરી બિલ્ડીંગ એબ્કો ટાવરમાં ગઈકાલે મંગળવારે મોડી રાત્રે ભીષણ આગ ભભુકતા પાર્કીંગમાં રહેલી અસંખ્ય કારોને નુકશાન થયું હતું. જયારે બિલ્ડીંગમાંથી 250 જેટલા પરિવારોનો બચાવ કરવામાં આવ્યો હતો, આ આગના બનાવમાં સાત જેટલી વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

         વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઘાયલ થયેલાઓને સ્થળ પર સારવાર અપાઈ હતી. જયારે પાંચ ગંભીર ઘાયલોને હોસ્પિટલે ખસેડાયા હતા. ઘાયલ થયેલાઓના આગને કારણે શ્ર્વાસ રૂંધાઈ ગયા હતા. બિલ્ડીંગના 10માં માળે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ બહાર નથી આવ્યું. આ બિલ્ડીંગ વર્ષ 2006માં બન્યું હતું. આ બિલ્ડીંગમાં કોઈ ભારતીય ફસાયાના કોઈ વાવડ નથી.

(7:07 pm IST)