Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

કોરોનાને લઈને સામસામે આવી દુનિયાની બે મહાશક્તિ

નવી દિલ્હી: કોરોનાને લઈને સામ સામે આવી ચુકેલી દુનિયાની બે મહાશક્તિ અમેરિકા અને ચીને હવે દક્ષિણ મહાસાગરમાં ખાંડા ખખડાવવાનું શરૂ કર્યું છે. અહીં બંને વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકાનો આરોપ છે કે, ચીનનું સૈન્ય દક્ષિણ ચીન સાગરમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે તો બીજી બાજુ ચીનનો આરોપ છે કે, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન ઉશ્કેરણીજનક વાતાવરણ ઉભુ કરી રહ્યું છે.

ચીન સાથેનો તણાવ વધતા અમેરિકાના રક્ષામંત્રી માર્ક એસ્પરે કહ્યં હતું કે, ચીનની સેના દક્ષિણ ચીન સાગરમાં આક્રમક વલણ અપનાવી રહી છે. ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીએ કોરોના વાયરસને લઈને તેના પર લાગેલા આરોપો પરથી ધ્યાન હટાવવા માટે અને પોતાની છબી સુધારવા માટે ખોટી અફવાઓ ફેલાવવાનું અભિયાન વધારે ઝડપી બનાવી દીધું છે.

(7:06 pm IST)