Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

પાકિસ્તાનમાં સફાઇ કામદારની જગ્યા માટે કિશ્ચીયન લોકો જ કરી શકશે અરજી !

માનવાધિકાર સંગઠનોના દેખાવો પછી જાહેરાત પાછી ખેંચાઇ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં લઘુમતિઓની ખરાબ હાલત બાબતે રિપોર્ટો જાહેર થયા છે. ત્યાં લઘુમતિઓની હાલત કેટલી ખરાબ છે એ વાતનો અંદાજ એના પરથી આવે છે કે ત્યાં ગટરની સફાઇ માટે સફાઇ કામદારની અરજીઓ મંગાવાઇ હતી. તેમાં જણાવાયું હતું કે તેના માટે ફકત પાકિસ્તાનના કિશ્ચીયન લોકોજ અરજી કરી શકશે. આ બાબતે પાકિસ્તાનમાં મોટો હોબાળો મચી ગયો. માનવાધિકાર સંગઠનોએ કરેલ દેખાવો પછી આ જાહેરાત પાછી ખેંચી લેવાઇ હતી. પાકિસ્તાનમાં ક્રિશ્ચીયન અને હિંદુ ધર્મના લોકો સાથે સમાજમાં બહુ હલકો વ્યવહાર કરવામાં આવે છે. ત્યાં મોટા ભાગના સફાઇ કામદારો કિશ્ચીયન ધર્મના છે. એમાંથી મોટાભાગના પૂર્વજો હિંદુ હતા.

(3:02 pm IST)