Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

અમેરિકનોને સોશ્યલ ડિસ્ટન્સિંગના પાઠ ભણાવવા ફલોરિડાના બીચ પર યમરાજના વેશમાં ફરે છે વકીલ

ન્યુયોર્ક,તા.૧૨:લોકડાઉનના દિવસોમાં અમેરિકાના લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગના પાઠ ભણાવવા માટે ફ્લોરિડાના દરિયાકાંઠે ડેનિયલ ઉફેલ્ડર નામના એક સ્થાનિક વકીલ ભારતના યમરાજના પશ્ચિમી રૂપ ગ્રીમ રિપરનો વેશ ધારણ કરીને ફરે છે.

લોકડાઉનના દિવસોમાં ભારતમાં યમરાજના વેશમાં ફરતા પોલીસ જવાનોની તસવીરો જોઈને આવું સાહસ કરવાની પ્રેરણા ડેનિયલસાહેબને મળી છે. કોરોના વાઇરસના પ્રસાર અને સંક્રમણ પર નિયંત્રણ માટે સોશ્યલ ડિસ્ટન્સિંગનું મહત્ત્વ લોકોને સમજાવવા બહુરૂપી બનેલા ડેનિયલસાહેબની એ તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની છે. સોશ્યલ ડિસ્ટન્સિંગના સંદેશ સાથે ફ્લોરિડાના ૭૨૧ કિલોમીટર લંબાઈ અને ૫૮૨ કિલોમીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્રના તમામ બીચને આવરી લેવાનો નિર્ધાર ડેનિયલ ઉફેલ્ડરે કર્યો છે.

(3:00 pm IST)