Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

જો તમે નાસ્તો નથી કરતા, તો નજીક છે તમારૃં મૃત્યુ : રિસર્ચ

જો તમે સવારે નાસ્તો કરવાનું અવગણો છો, તો તમને હૃદયરોગનો હુમલો અને તેના સંબંધિત બીમારીઓ થઈ શકે છે : આ આદત તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે

નવી દિલ્હી તા. ૬ : દરરોજ સવારે ઉઠીને બાળકોને સ્કૂલે મોકલવા અથવા મોર્નિગ શિફટના કારણે ૭ વાગ્યે ઓફિસ પહોંચવાની ઉતાવળમાં ઘણીવાર, આપણે નાસ્તો કરવાનું ભૂલી જઈએ છીએ. કામ પતાવવાના ચક્કરમાં આપણને યાદ જ નથી રહેતું કે નાસ્તાનો સમય જતો રહ્યો છે. પછી આપણે તરત જ લંચ લેતા હોઈએ છે. ઉપરાંત, ઓફિસમાં મોડું થઈ જવાના કારણે ડિનરનો સમય ફિકસ નથી રહેતો. આ બાબતોને રોજ તમે અવગણી નાખતા હશો. પરંતુ હવે સાવચેત રહો. આ ટેવો તમારા માટે જોખમી છે. સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે જો તમે સવારે નાસ્તો કરવાનું અવગણો છો, તો તમને હૃદયરોગનો હુમલો અને તેના સંબંધિત બીમારીઓ થઈ શકે છે. આ આદત તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

પ્રિવેન્ટિવ કાર્ડિઓલોજીના આ સંદર્ભમાં, યુરોપીયન જર્નલ 'ધ ફાઈડીંગિંગ્સ'માં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે મુજબ જે લોકો દરરોજ નાસ્તો છોડી દે છે, તેમના મૃત્યુની શકયતા સામાન્ય કરતાં ૪ થી ૫ ગણા વધુ હોય છે. આ સાથે, હૃદયરોગના હુમલાનો ભય પણ વધી જાય છે.

મિનિકુચીએ જાણકારી આપી હતી કે આ સંશોધન લગભગ ૧૧૩ લોકો પર કરવામાં આવ્યું હતું જેમને હૃદયની કોઈ બીમારી હતી. આ સંશોધનમાં શામેલ મોટાભાગના પુરુષો હતા, જે લગભગ ૬૦ વર્ષના હતા. અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું હતું કે નાસ્તો ન કરતા ૫૮ ટકા લોકો અને ડિનર મોડું કરનારા ૫૧ ટકા લોકો હતા અને ૪૮ ટકા બીમાર લોકો નાસ્તો સ્કિપ કરતા હતા અને રાત્રિ ભોજન મોડું ખાતા હતા.(૨૧.૨૫)

 

(3:57 pm IST)